સુરત : રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ત્યારે સુરત શહેરમાં પણ અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ હાલ સુરતમાંથી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બ્રિજ પર બાઈક ચાલક ડિવાઇડર સાથે ભટકાતા બ્રિજ નીચે પટકાયા હતા. બે યુવકો અકસ્માતના કારણે નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
![પુલ પરથી નીચે પટકાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18019776_1.jpg)
આ પણ વાંચો : Horrific Road Accident: ઋષભ પંતની કાર અકસ્માતના સ્થળે વધુ એક હચમચાવી નાખે તેવો અકસ્માત
ક્યારે બન્યો અકસ્માતનો બનાવ : શહેરના પાલ ઉમરા બ્રિજ પર સાવરે 8 વાગ્યેની આસપાસ પાલથી ઉમરા તરફ આવતા ભરપૂર સ્પીડથી બે યુવકો બાઇક હંકારી આવતા હતો. જેને કારણે ઉમરા તરફના વળાંકમાં બેલેન્સ ગુમાવતા બંને યુવકો ડિવાઇડર સાથે ભટકાયા હતો. તેઓ અકસ્માતમાં બીજી બાજુ બ્રિજ નીચે 15થી 20 ફૂટ નીચે પટકાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે બંને યુવકોને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બંને યુવકોની સારવાર કરવામાં આવી રહ્યું છે. જોકે મહત્વની બાબત એ છે કે, આ ઘટનામાં બાઈક બે ભાગમાંથી ફરતા થઈ ગયા હતા. બાઈકને પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગતું હતું કે, બાઈક સવારનું મૃત્યુ થઈ ગયું હોય એમ, પરંતુ બાઈક સવારનું સારવાર ચાલી રહ્યું છે.
![બે યુવકોનો અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18019776_2.jpg)
આ પણ વાંચો : Youth Drowned in Par river : પારડીની પાર નદીમાં કાર લઈ યુવક પાણીમાં ખાબક્યો, અકસ્માત કે આત્મહત્યા તે રહસ્ય
એક યુવકને વધુ ગંભીર ઈજા : આ બાબતે 108ના ઈએમટી મયુરીબેને જણાવ્યું કે, સવારે 7:45 વાગ્યાની આસપાસ આ ઘટના અંગે કોલ આપવામાં આવ્યો હતો. તેથી સૌથી પહેલા તો અમે બ્રિજ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાંથી ખબર પડી બંને યુવકો બ્રિજ પરથી નીચે પટકાયા છે. જેથી અમે નીચે ગયા હતા. બંને યુવકોમાંથી એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. બીજા યુવકને માથા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેઓને લઈને સીધા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને યુવકો પાસેથી તેમનું આઈડી પ્રુફ મળી આવ્યું નથી. અને આ મામલે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીએ પણ ઉમરા પોલીસને જાણ કરી છે. તેમના દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.