ETV Bharat / state

#SuratTragedy: જુનિયર ઇજનેર હરેરામસિંહની બેનામી મિલકતનો ACB દ્વારા ચોંકાવનારો ખુલાસો - illegal income

સુરત: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના દોષી અધિકારીઓની બેનામી મિલકતની તપાસ કરતા ACBને અધિકારીની આવક કરતા વધુ મિલકત હોવાનું માલુમ પડતા તેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જુનિયર ઈજનેર હરેરામ સિંહની 42.62 લાખની બેનામી મિલકતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફરજ પર બેદરકારી મામલે હરેરામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અગાઉ 2 હજારની લાંચ મામલે તેઓ અગાઉ એન્ટી કરપ્શનના મામલામાં પણ ઝડપાઇ ચૂક્યા છે.

જુનિયર ઇજનેર હરેરામસિંહની બેનામી મિલકતનો ACB દ્વારા ચોંકાવનારો ખુલાસો
author img

By

Published : Jul 28, 2019, 6:44 PM IST

સુરત મહાનગર પાલિકાના વધુ 1 કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવી છે. સુરત લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ વખતે ફરી પાલિકાના જુનિયર ઈજનેર હરેરામ સિંહ સામે ગુનો નોંધાયો છે.

ACBની તપાસમાં બહાર આવ્યું છે કે, હરેરામ સિંહની કાયદેસરની આવક કરતા 47.88 ટકા મિલકત અપ્રમાણસર છે. અગાઉ હરેરામસિંહ સામે વર્ષ 2012માં પણ લાંચ લેવા અંગેનો ગુનો નોંધાઈ ચુક્યો છે.

જુનિયર ઇજનેર હરેરામસિંહની બેનામી મિલકતનો ACB દ્વારા ચોંકાવનારો ખુલાસો
હાલ સુરત લાંચ રૂશ્વત શાખા દ્વારા તક્ષશિલા અગ્નિકાંડના દોષીત અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે. ACBએ અગાઉ પાલિકાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પર આવક કરતા વધુ 1 કરોડની મિલકત હોવા મામલે ધરપકડ કરી હતી. આ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે.

તક્ષશિલા અગ્નિકાંડ પહેલા 1 ઓનલાઈન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તક્ષશિલામાં ગેરકાયદેસર બાંધકામ અને તેનાથી થતી ટ્રાફિક સમસ્યા અંગેની ફરિયાદ હતી. પરંતુ આરોપી જુનિયર ઈજનેર હરેરામસિંહે 'necessary action will be taken'ની જાણ ફરિયાદીને ઓનલાઈન કરી હતી.

તે ઉપરાંત ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ હોવા છતાં હરેરામે આ ફરિયાદ સંબધિત ઝોન કચેરીના શહેર વિકાસ ખાતામાં ફરજ બજાવતાં અધિકારીઓને ટ્રાન્સફર કરી નહોતી. જે તેમની મોટી બેદરકારી હતી. જે માટે આરોપીને સસ્પેન્ડ પણ કરાયા છે.

હાલ સુરત ACB દ્વારા આરોપી હરેરામસિંહની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા અંગેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અન્ય મિલકત સંબંધી તપાસ પણ સુરત ACB કરે તેવી શક્યતા રહેલી છે.

જો કે, સુરત ACBની કાર્યવાહી બાદ મનપા અધિકારીઓમાં એક પ્રકારનો સોપો પડી ગયો છે. ખાસ કરીને તક્ષશિલા અગ્નિકાંડ કેસ સાથે જોડાયેલા જવાબદાર અધિકારીઓમાં પણ હવે રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય અધિકારીઓ સામે સુરત ACB તપાસનો ગાળ્યો ફિટ કરે તો નવાઇ નહીં.

Intro:સુરત : તક્ષશિલા અગ્નિકાંડના દોષી એવા પાલિકા ના અધિકારીઓ ની બેનામી મિલકતની તપાસ કરનાર ACBએ વધુ એક અધિકારી ને આવક કરતા વધુ મિલકત હોવાના મામલે ધરપકડ કરી છે..જુનિયર ઈજનેર  હરેરામ સિંહની 42.62 લાખની બેનામી મિલકતનો ચોંકાવનારો ખુલાસો થયો છે..ફરજ પર બેદરકારી મામલે હરેરામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં અગાઉ 2 હજારની લાંચ મામલે આજ એન્ટી કરપશનના છટકામાં પણ ઝડપાઇ  ચુક્યા છે.

Body:સુરત મહાનગર પાલિકાના વધુ એક કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવતા સુરત લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે..આ વખતે ફરી પાલિકાના જુનિયર ઈજનેર હરેરામ સિંહ સામે ગુનો નોંધાયો છે..ACBની તપાસમાં બહાર આવ્યું છે કે હરેરામ સિંહ ની કાયદેસરની આવક કરતા 47.88 ટકા મિલકત અપ્રમાણસર છે.અગાઉ હરેરામસિંહ સામે વર્ષ 2012 માં પણ લાંચ લેવા અંગેનો ગુનો નોધાઈ ચુક્યો છે...

હાલ સુરત લાંચ રૂશ્વત શાખા દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ ના દોષીત અધિકારીઓની સંપત્તિ ની તપાસ કરવામાં આવી રહી છે. ACBએ અગાઉ પાલિકાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પર આવક કરતા વધુ 1 કરોડની મિલકત હોવા મામલે ધરપકડ કરી હતી અને હવે આ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે..તક્ષશિલા અગ્નિકાંડ પહેલા એક ઓનલાઈન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.. જેમાં તક્ષશિલામાં ગેરકાયદેસર બાંધકામ અને તેનાથી થતી ટ્રાફિક સમસ્યા અંગે ફરિયાદ કરવામાં આવી હતી.. પરંતુ આરોપી જુનિયર ઈજનેર હરેરામસિંહે 'necessary action will be taken' ની જાણ ફરિયાદીને ઓનલાઈન કરી હતી..સાથે ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ હોવા છતાં હરેરામએ આ ફરિયાદ સંબધિત ઝોન કચેરીના શહેર વિકાસ ખાતામાં ફરજ બજાવતાં અધિકારીઓ ને ટ્રાન્સફર કરી ન હતી...જે મોટી બેદરકારી હતી ...જે માટે આરોપીને સસ્પેન્ડ પણ કરાયા છે.

Conclusion:હાલ સુરત એસીબી દ્વારા આરોપી હરેરામસિંહ ની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા  અંગેની તજવીજ શરૂ કરવામા આવી છે.આરોપી વિરુદ્ધ અન્ય મિલકત સંબંધી તપાસ પણ સુરત એસીબી કરે તેવી શકયતા રહેલી છે.જો કે સુરત એસીબી ની કાર્યવાહી બાદ મનપા અધિકારીઓ પણ એક પ્રકાર નો સોપો પડી ગયો છે.ખાસ કરીને તક્ષશિલા અગ્નિકાંડ કેસ સાથે જોડાયેલ જવાબદાર અધિકારીઓ માં પણ હવે રીતસર નો ફફડાટ વ્યાપી ગયો છે.ત્યારે આગામી દિવસોમાં અન્ય અધિકારીઓ સામે સુરત એસીબી તપાસનો ગાળ્યો ફિટ કરે તો નવાઇ નહીં.

બાઈટ :એન.પી.ગોહિલ( એસીપી સુરત એસીબી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.