ETV Bharat / state

Surat AAP Jansabha : સુરતના મેયરે અઢી વર્ષમાં 1000 કરોડના કૌભાંડ કર્યા : ગોપાલ ઈટાલીયા

સુરતમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વરાછા વિસ્તારમાં આવેલ મીની બજારમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગરપાલિકા છેલ્લા અઢી વર્ષમાં કરવામાં આવેલ કામોનો હિસાબ આપવા અંગે કોર્પોરેશન પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સભામાં પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઈટાલીયાએ લોકોને સંબોધિત કર્યા હતા.

Surat AAP Jansabha
Surat AAP Jansabha
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 9:48 PM IST

સુરતના મેયરે અઢી વર્ષમાં કર્યો 1000 કરોડના કૌભાંડ કર્યા

સુરત : આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વરાછા વિસ્તારમાં આવેલ મીની બજારમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા અઢી વર્ષમાં કરવામાં આવેલા કામોનો હિસાબ આપવા સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઈટાલીયાએ લોકોને સંબોધિત કર્યા હતા. આ સભામાં સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના તમામ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરસભાનું આયોજન : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના અઢી વર્ષ પૂર્ણ થયા બાદ હવે નવા મેયર સુરત મહાનગરપાલિકાને મળશે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોતાની પાર્ટીમાંથી હજી સુધી કોઈનું નામ બહાર પાડ્યું નથી. ઉપરાંત કોર્પોરેશનની ભાજપ પાર્ટીમાંથી પણ હજી સુધી કોઈ નવો ચહેરો અથવા નામ બહાર પાડવામાં આવ્યું નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ જનસભાનું આયોજન મહાનગરપાલિકા તંત્ર પર ચાબખા મારવા કરવામાં આવ્યું હોય તેવું કહી શકાય છે.

ગોપાલ ઈટાલીયાના આક્ષેપ : આ જાહેરસભામાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઈટાલીયાએ સભાને સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હશે કે, આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા પોતાના વિસ્તારમાં કરવામાં આવેલો કામોનો હિસાબ આપવામાં આવ્યો છે. ચંદ્રયાન ભારતમાં બનાવીને ચંદ્ર ઉપર મોકલવાનો ટોટલ ખર્ચ 600 કરોડ રૂપિયા છે. અને સુરત મહાનગરપાલિકા દ્વારા અઢી વર્ષમાં રુ. 1000 કરોડના કૌભાંડ કરવામાં આવ્યા છે. બે ચંદ્રયાન જેટલું કૌભાંડ સુરતના મેયરે કરી નાખ્યું છે.

મહાનગરપાલિકા પર ચાબખા : વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તમને લાગતું હોય કે હું ખોટું બોલું છું. તો તમે મોબાઈલમાં જઈને ગૂગલમાં સર્ચ કરીને જોઈ લ્યો. સુરત મહાનગરપાલિકા કૌભાંડ એટલે બધું આવી જશે. આખું લિસ્ટ આવી જશે. ગૂગલ તો મારી કંપની નથી. હું ગૂગલ ચલાવતો નથી. અહીં સભા પૂરી થયા બાદ ગૂગલ પર સર્ચ કરજો સુરત મહાનગરપાલિકાનું કૌભાંડ એટલે આખું લિસ્ટ આવશે. જેસીબી ખરીદીનો કૌભાંડ, શિક્ષકોની હાજરીનું કૌભાંડ. ઉપરાંત કતારગામ વિસ્તારમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યો હતો. જેને ગુરુકુળથી લઈને નવા કતારગામ સુધી મુખ્ય પ્રધાન ઉદઘાટન કરીને ગયા. ત્રીજા દિવસે જ બ્રીજના રોડનો ભાગ બેસી ગયો. પૈસા ખાઈ જાય છે બેફામ લૂંટ ચાલી રહી છે.

ચંદ્રયાન ભારતમાં બનાવીને ચંદ્ર ઉપર મોકલવાનો ટોટલ ખર્ચ 600 કરોડ રૂપિયા છે. અને સુરત મહાનગરપાલિકા દ્વારા અઢી વર્ષમાં રુ. 1000 કરોડના કૌભાંડ કરવામાં આવ્યા છે. બે ચંદ્રયાન જેટલું કૌભાંડ સુરતના મેયરે કરી નાખ્યું છે.-- ગોપાલ ઇટાલિયા

ભાજપ પર આંગળી ચીંધી : ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે, તેમના લૂંટફાટ ઉપર કોઈ સવાલ ના ઉઠાવે તેની જાણ જનતાને ન થાય તેની માટે તેઓ આરોપ લગાવે કે આમ આદમી પાર્ટીમાં એમ છે તેમ છે. તમે અમને ડંડો આપ્યો છે. પરંતુ તિજોરીની ચાવી ભાજપને આપી છે. તેઓ માલ ખાઈ જાય છે. અમે ધોકો મારીએ છીએ પરંતુ હજી પડતા નથી. તે નાનો પડે છે, તે ધોકો અમને મોટો કરી આપો તો વ્યવસ્થિત ધોકો પડશે.

ખર્ચનો હિસાબ : ભાજપ પર આક્ષેપ કરતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, પોતાનું ઘર હોય તો ગાડી પણ પોતાની જ લેવાય. પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા 37 ગાડી ભાડે લીધી છે. અધિકારીઓ ભાજપના માણસોને ફરવા માટે જેનું એક વર્ષનું ભાડું 60 કરોડ રૂપિયા છે. આજ રીતે પાંચ વર્ષ સુધી ચાલ્યા કરે છે. રોજ ગાડીની જરૂર પડતી હોય તો નવી લઈ લેવાય. 15 લાખની લો અથવા પછી 20 લાખની લો તો પણ 60 કરોડ રૂપિયાનો ખર્ચ ન થાય. રાતે સફાઈની મશીન માટે જે ગાડી ચાલે છે. તે પણ ભાડે ચાલે છે. તેનું રોજનું 50 થી 60 હજાર રૂપિયા ભાડું જાય છે. રોજ જરૂર પડતી હોય તો લઈ જ લેવાય. નહીં તો ભાડું મોંઘુ પડતું હોય. આજ રીતે અઢી વર્ષમાં સુરતના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને તમામ ભાજપના લોકોને મળીને બે ચંદ્રયાન જેટલા ખર્ચથી આપણા ખિસ્સા કાપી નાખ્યા છે.

  1. Mahakal Temple: ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા
  2. Gujarat Aam Admi Party: સંગઠન બેઠકમાંથી ઈટાલિયાના આકરા વાર, કહ્યું ભાજપ શિક્ષક વિરોધી પાર્ટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.