ETV Bharat / state

Surat AAP Corporators Resign: શું AAPના પાંચ કોર્પોરેટરો ભાજપને ફળશે ! - Surat Municipal Corporation

ગુજરાત રાજકારણમાં સુરત મહાનગર પાલિકાની (Surat Municipal Corporation )ચૂંટણીમાં પોતાના 27 કોર્પોરેટરોના ભવ્ય વિજય સાથે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ આપને (five corporators of the Aadmi Party )છોડી ભાજપનું દામન થામી લીધું છે. પાલિકા ચૂંટણી પરિણામને હજુ એક વર્ષ થયું છે અને 5 કોર્પોરેટરો દ્વારા પક્ષ છોડતા વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

Surat AAP Corporators Resign: શું AAPના પાંચ કોર્પોરેટરો ભાજપને ફળશે !

author img

By

Published : Feb 4, 2022, 10:26 PM IST

સુરતઃ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય(Surat AAP Corporators Resign) ધરતીકંપે દસ્તક આપી છે. આ ધરતીકંપનું એપિસેન્ટર સુરત છે. ગુજરાત રાજકારણમાં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation ) પોતાના 27 કોર્પોરેટરોના ભવ્ય વિજય સાથે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ આપને છોડી ભાજપનું દામન( corporators joine BJP )થામી લીધું છે. પાલિકા ચૂંટણી પરિણામને હજુ એક વર્ષ થયું છે અને 5 કોર્પોરેટરો(five corporators of the Aadmi Party ) દ્વારા પક્ષ છોડતા વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

5 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં

તારીખ 23 ફેબ્રુઆરી 2021ના રોજ સુરત મહાનગરપાલિકા ચૂંટણીનું(Surat Municipal Corporation Election) પરિણામ જાહેર થયું હતું જેને 11 મહિના થઈ ગયા છે. આ તારીખ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની હતી કારણ કે ગુજરાતના રાજકારણમાં પ્રથમવાર કોઈ ત્રીજા પક્ષના કોર્પોરેટરો આટલી મોટી સંખ્યામાં ચૂંટાઈને આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 27 બેઠકો પર અવિશ્વસનીય વિજય પ્રાપ્ત કરી આમ આદમી પાર્ટીએ ભાજપ અને કૉંગ્રેસ બંને ને આશ્ચર્યમાં મુકી દીધા હતા. મનપા ચૂંટણીના પરિણામને 11 મહિના જ થયા છે પરંતુ આમ આદમી પાર્ટીના 27 માંથી 5 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 3 ઋતા કેયુર કાકડીયા, વોર્ડ નંબર 2 ભાવના ચીમનભાઈ સોલંકી, વોર્ડ નંબર 16 વિપુલ ધીરુભાઈ મોવલીયા, વોર્ડ નંબર 8 જ્યોતિકા વિનોદ લાઠીયા અને વોર્ડ નંબર 5 મનીષા જગદીશભાઈ કુકડીયા એ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.

પાટીદાર સમાજના વિસ્તારમાં વર્ચસ્વ ગુમાવશે આપ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ટિકિટ આપવા મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને કોંગ્રેસ વચ્ચે થયેલા મતભેદોનો લાભ આમ આદમી પાર્ટીને સુરતના પાટીદાર વિસ્તારમાં થયો હતો. અનામત આંદોલન સમિતિ અનામત મુદ્દે અગાઉથી જ ભાજપના પક્ષમાં નહોતી અને હવે ટિકિટ આપવા મુદ્દે કૉંગ્રેસથી પણ નારાજ થઈ હતી.પાટીદાર સમાજના વિસ્તારમાં કોઈએ વિચાર્યું નહોતું કે આમ આદમી પાર્ટી 120 બેઠકોમાંથી 27 બેઠક પર વિજય મેળવશે. જે બેઠકો પર કૉંગ્રેસના કોર્પોરેટરો હતા તે તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિજય મેળવ્યો હતો. જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે પાટીદાર વિસ્તારમાં લોકો ભાજપથી નારાજ છે અને એમણે કોંગ્રેસથી પણ નારાજ હતા તેઓએ આમ આદમી પાર્ટીનો વિકલ્પ પસંદ કર્યો હતો. જે ૨૭ બેઠકો પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે તેમાંથી 22 પાટીદાર સમાજના કોર્પોરેટર છે બે ઓબીસી, એક એસટી અને એક એસટી સમાજના કોર્પોરેટર છે.

આ પણ વાંચોઃ Surat AAP Corporators Resign: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટીને થશે નુકસાન

આમ આદમી પાર્ટીના (Aam Adami Party )27 માંથી પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. પાંચમાંથી ચાર પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે એક દલિત સમાજની મહિલા કોર્પોરેટર છે. પાંચ કોર્પોરેટર પક્ષ છોડી દેતા આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ સુરત મહાનગરપાલિકાના પરિણામ થકી આખા ગુજરાતમાં બતાવતી હતી તેને આઘાત લાગ્યો છે. સુરત મનપાના પરિણામ થકી વિધાનસભા ચૂંટણી જીતવા માટે પોતાનું દમખમ બતાવતી આપને નુકસાન થયું છે લોકોમાં એક સંદેશ ગયો છે કે એક ઈમાનદાર પક્ષ પક્ષપલટો કરી શકે છે. ખાસ કરીને પાટીદાર સમાજના લોકો જે વિસ્તારમાં રહે છે તે જ વિસ્તારના આ તમામ પાંચ કોર્પોરેટરો હતા વિપક્ષ તરીકે આ વિસ્તારના મુદ્દાઓ જ તેઓ મૂકતા હતા જ્યારે સુરતના અન્ય વિસ્તાર અંગે ક્યારે પણ ઠોસ મુદ્દાઓ પાલિકામાં મૂકવામાં આવ્યા નહોતા તેમ છતાં વિસ્તારના પાંચ કોર્પોરેટર જો ભાજપમાં જોડાય ગયા હતા. આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત સિવાય આમ આદમી પાર્ટીએ પુરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું પરિણામ લાવી શકી નહોતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જ્યારે ભાજપમાં જોડાય તો ચોક્કસથી વિધાનસભા ચૂંટણીમાં તેમની છબી ઉપર અસર પડી શકે છે અગાઉ પણ આપ સાથે જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ છોડી ચૂક્યા છે.

પાંચ પાંદડાં ખરે તો ઝાડ પડી જતું નથી

સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે પક્ષ પલટા કરવાથી આમ આદમી પાર્ટીને કોઈ પણ નુકસાન નથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના માણસો દ્વારા આ ઓપરેશન કરવામાં આવ્યું છે. ભાજપ ગુજરાતમાં આપને પોતાનું મુખ્ય હરીફ સમજી રહ્યા છે. પાંચ પાંદડાં ખરે તો ઝાડ પડી જતું નથી.

આમ આદમી પાર્ટી કાર્યકરોને સાચવી શકતી

જ્યારે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી તેના કાર્યકરો ને સાચવી શકતી નથી અમે કોઈને આમંત્રણ આપતા નથી પરંતુ દિશા ભૂલેલા લોકો અહીં આવે તો તેમનું સ્વાગત છે. અમારા કાર્યકર્તાઓ પણ બીજી પાર્ટીમાં જાય છે દરરોજ નવા કાર્યકરો ભાજપમાં જોડાશે જ આમ આદમી પાર્ટીએ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કર્યા કમ્યુનિસ્ટ પાર્ટી નું વર્ઝન એટલે આમ આદમી પાર્ટી છે.

આ પણ વાંચોઃ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અમારા સંપર્કમાં, ટૂંક સમયમાં જોડાશે AAPમાં: યોગેશ જાદવાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.