ETV Bharat / state

સુરત: મહુવાની પુર્ણા નદીમાં નહાવા પડેલો યુવક ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકાથી મહુવા ખાતે ઈંટના ભઠ્ઠા (Brick kiln)પર મજૂરી કામ માટે આવેલા કેટલાક યુવકો પુર્ણા નદીમાં(Purna river) નહાવા પડ્યા હતા. ત્યારે એક યુવક અચાનક નદીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. ફાયર બ્રિગેડ ( Fire brigade)દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.

સુરત: મહુવાની પુર્ણા નદીમાં નહાવા પડેલો યુવક ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ
સુરત: મહુવાની પુર્ણા નદીમાં નહાવા પડેલો યુવક ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ
author img

By

Published : Oct 25, 2021, 8:13 AM IST

  • મહારાષ્ટ્રના શિરપુરથી મજૂરી કામ માટે આવ્યો હતો યુવક
  • મિત્રો સાથે પુર્ણા નદીમાં નાહવા જતા અચાનક ડૂબી ગયો
  • બારડોલી ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ ચાલુ

સુરતઃ જિલ્લાના મહુવા નજીકથી પસાર થતી પુર્ણા નદીમાં (Purna river)નાહવા પડેલો એક યુવક ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓ સહિત બારડોલી ફાયર બ્રિગેડની( Bardoli Fire Brigade)ટીમે શોધખોળ આદરી છે.મહારાષ્ટ્રના ધુલિયા (Dhulia of Maharashtra) જિલ્લાના શિરપુર તાલુકામાંથી શુક્રવારના રોજ 40 જેટલા મજૂરો સુરત જિલ્લાના મહુવા ખાતે ઈંટના ભઠ્ઠા(Brick kiln) પર કામ અર્થે આવ્યા હતા. મહુવાના ખોડિયાર માતા મંદિર (Khodiyar Mata Mandir of Mahuva) નજીક ઈંટના ભઠ્ઠા (Brick kiln) પર આ મજૂરો કામ કરતાં હતા.

નદીમાં નાહવા જતા યુવક ડૂબ્યો
શનિવારના રોજ કેટલાક મજૂરો નજીકથી પસાર થતી પુર્ણા નદીમાં(Purna river) નહાવા માટે ગયા હતા. ત્યારે અચાનક ધુલિયાના પિંપળે ગામનો મૂળ નિવાસી દિલિપ સાહેબરાવ બંજારા (Dilip Sahebrao Banjara)નામનો યુવક ડૂબવા લાગ્યો હતો. તેની સાથેના મજૂરોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.

ફાયર બ્રિગેડ અને સ્થાનિક દ્વારા શોધખોળ
આ ઘટના અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ નદીમાં યુવકની શોધખોળ આદરી હતી. જો કે મોડી સાંજે પણ યુવકની કોઈ ભાળ મળી શકી ન હતી. હાલમાં જ કામ અર્થે આવેલા મજૂરોમાંથી એક યુવક ડૂબી જવાથી મજૂરોમાં પણ શોકની લહેર વ્યાપી જવા પામી છે. બીજી તરફ પોલીસે હાલ ગુમ જાણવા જોગ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર કર્યું તૈયાર

આ પણ વાંચોઃ દિવાળીના 10 દિવસ અગાઉથી જ મોટાભાગના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન હાઉસફૂલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.