સુરત: એક માતા આટલી હદે ક્રૂર કઈ રીતે હોઈ શકે ? આ વાત સુરતના તમામ લોકો કહી રહ્યા છે, કારણ કે એક માતાએ પોતાના જ બાળકનો જીવ લીધો છે. સુરતની આ માતાએ પોતાના બાળકની હત્યા કરી નાખી છે. પ્રેમી સાથે લગ્ન કરવા માટે માતાએ બે વર્ષના માસુમ દીકરાની હત્યા કરી છે. બાળકની હત્યા કર્યા બાદ બાળકો ગુમ થઈ ગયો છે તેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી જ્યારે પોલીસને શંકા ગઈ તો પોલીસને પણ આ માતાએ ચાર દિવસ સુધી ગુમરાહ કર્યા. કડક પૂછપરછ બાદ આખરે આ ક્રુર માતાએ સ્વીકાર કર્યું છે કે તેને જ પોતાના બાળકની હત્યા કરી છે. એટલું જ નહીં બાળકની હત્યા કરવા પહેલાં તેને દ્વિશ્યમ ફિલ્મ જોઈ હતી જેનાથી તેને હત્યા કરવા માટે વિચાર આવ્યો હતો.
આરોપી મહિલાએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન પરથી તેના બાળક ગુમ થઈ ગયો છે. ત્યાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ના આધારે અમે તપાસ શરૂ કરી પરંતુ ક્યાંક પણ મહિલા કે બાળક જોવા મળ્યો નથી. મહિલા જે રીતે નિવેદન આપી રહી હતી તેનાથી શંકા ગઈ કે આરોપી મહિલા હોઈ શકે છે તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા તેને જણાવ્યું હતું કે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ પ્રેમીએ કહ્યું હતું કે તે તેના બાળકને સ્વીકાર કરશે નહીં જેથી તેણે પોતાના બાળકની હત્યા કરી નાખી હતી.-ડીસીપી ભગીરથ ગઢવી
પતિ સાથે છૂટાછેડા થઈ ગયા: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી નૈના મજૂરી કામ કરતી હતી પતિ સાથે છૂટાછેડા બે વર્ષ પહેલા થઈ ગયા હતા. હાલ તેના પૂર્વ પતિ છત્તીસગઢ ખાતે રહે છે અને નૈના માતા સાથે સુરતમાં રહે છે. નૈના વર્ષના બાળકની માતા હતી. નૈનાને પોતાના જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. યુવકે તેને જણાવ્યું હતું કે જો તેને લગ્ન કરવું હોય તો તે તેના પુત્ર વીરને સ્વીકારશે નહીં. નયના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી આજ કારણ છે કે તેને ક્રૂરતા પૂર્વક પોતાના જ બે વર્ષના બાળકની કરપીન હત્યા કરી તેને નિર્માણાધિન બિલ્ડીંગના લિફ્ટના બેઝમેન્ટમાં ફેંકી દીધો હતો.
પોલીસને સતત ગુમરાહ કરી રહી હતી: પુત્રની હત્યા કર્યા બાદ તેણે પોલીસને જણાવ્યું હતું કે પુત્ર ગુમ થઈ ગયો છે. બે વર્ષના બાળકની પોલીસ શોધખોળ કરી રહી હતી પરંતુ પોલીસને શંકા ગઈ હતી કે મહિલા જાણે છે કે તેના પુત્ર ક્યાં છે જેથી તેની કડક પૂછપરછ જ પોલીસે હાથ ધરી હતી. ચાર દિવસ સુધી આરોપી માતાએ પોતાના બાળક અંગે કોઈ પણ જાણકારી આપી નહીં. જ્યારે કડક પૂછપરછ હાથ ધરી ત્યારે તેને પહેલા જણાવ્યું કે તેને બાળકને દફન કરી દીધા છે જ્યારે ત્યાં પોલીસે તપાસ હાથ ધરી તો બાળક ત્યાં નહોતો ત્યારે ફરીથી માતાની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે તેને એક નિર્મિત નવનિર્મિત બિલ્ડીંગના લિફ્ટના બેઝમેન્ટમાં બાળકનું મૃતદેહ ફેંકી દીધું છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે હત્યા કરવા પહેલાં તેને દ્વિશ્યમ ફિલ્મ જોઈ હતી અને ત્યારબાદ તેને હત્યા કરવા માટેનો વિચાર આવ્યો હતો.
- G20 અધ્યક્ષતા અંતર્ગત સુરતમાં B 20, મીટ યોજાઈ : કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલએ કહ્યુ, ગુજરાતની ધરતીની હવામાં જ વેપાર..
- GST Collection in June: જીએસટી કલેક્શન 12 ટકા વધીને 1.61 લાખ કરોડને પાર
- રાજ્ય સરકારના પારદર્શક વહીવટ માટે ભારત સરકાર દ્વારા ગુજરાતનું સન્માન, સરકારે GeM પોર્ટલ મારફતે કરોડોની બચત કરી