ETV Bharat / state

Sumul Dairy Price of Milk : સુમુલ ડેરીએ પાછલા બારણે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો

સુમુલ ડેરી દ્વારા પાછલા બારણે દૂધના ભાવમાં 2 રૂપિયા સુધીનો વધારો (Sumul Dairy Price of Milk) કરી દેવામાં આવ્યો છે.સુમુલ ડેરીએ આ વધારાને લઈને ગરીબ અને મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટુ પડવા જેવી સ્થિતિ ઉદ્ભવી છે.

Sumul Dairy Price of Milk : સુમુલ ડેરીએ પાછલા બારણે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો
Sumul Dairy Price of Milk : સુમુલ ડેરીએ પાછલા બારણે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો
author img

By

Published : Mar 15, 2022, 1:16 PM IST

સુરત : સુમુલ ડેરીએ દૂધના ભાવમાં સમયાંતરે ભાવ વધારો કરવાનું નક્કી કર્યું હોય તેમ હાલમાં પાછલા બારણે કહી શકાય..! તાજા અને સુમુલ ગાયના દૂધના ભાવમાં (Sumul Dairy Price of Milk) પ્રતિ લીટર બે રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સુમુલ ગાયનું દૂધ પહેલા 48 રૂપિયા લિટર હતું જે હવે 50 થયું છે. જ્યારે તાજા દૂધ 46ના સ્થાને હવે 48 રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને નજીકના દિવસોમાં જ સુમુલ દ્વારા ગોલ્ડ શક્તિ દૂધમાં પણ વેચાણ વધારી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો : CM ચન્નીએ પોતાના કાફલાને રોકીને બકરીનું દૂધ કાઢ્યું, વીડિયો થયો વાયરલ

પડ્યા પર પાટુ પડવા જેવી સ્થિતિ - ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરીમાં ગોલ્ડ (Price of Sumul Gold Milk) અને શક્તિ દૂધનું વેચાણ સૌથી વધુ છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગાયનું દૂધ પણ પ્રમાણમાં વધુ વેચાણ થાય છે. જ્યારે તાજા (Price of Sumul TAAZA Milk) દૂધ મધ્યમ વર્ગના પરિવારો અને તેમના સંતાનો માટે સસ્તાનો પર્યાય બન્યું હતું. તેમાં પણ આ સુમુલ ડેરીએ બે રૂપિયા પ્રતિ લીટર સુધીનો ભાવ વધારો કરતા મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટુ પડવા જેવી સ્થિતિ ઉદ્ભવી છે.

2020-21માં 39 કરોડની ખોટ - સુમુલ ડેરી દ્વારા પશુખાદ્ય માટે ઊભી કરવામાં આવેલી બાજી પુરાની દાણ ફેક્ટરી (Grain Factory) છેલ્લા પાંચ વર્ષમાં ખોટનો સોદો પુરવાર થઈ છે. ઉમિયા ઓડિટ રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં દાણ ફેક્ટરીને કુલ 50 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. જિલ્લા સહકારી આગેવાન અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે કરોડો રૂપિયાનું રોકાણ કરીને દાણ ફેક્ટરી ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો : General Meeting of Amul Dairy: અમૂલ ડેરીની સામાન્ય સભા રહી સ્થગિત, ચેરમેને આપ્યું ચોંકાવનારું નિવેદન

"દાણ ફેક્ટરી ખોટ કરી રહી છે" - દર્શન નાયક દ્વારા RTI થકી પ્રાપ્ત વિગતો જાહેર કરતા વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો અને પશુપાલકોને સબસીડી સાથેનું દાળ પૂરું પાડવામાં આવતું હોવા છતાં અંતે દાણ ફેક્ટરી ખોટ કરી રહી છે. વાર્ષિક અહેવાલ નોટ મુજબ દાણ ફેક્ટરી એ વર્ષ 2017-18 માં ચાર કરોડ ચાર લાખ, ત્યારબાદ વર્ષ 2018-19માં 16.49 કરોડ અને વર્ષ 2019-20માં 29.11 કરોડ અને વર્ષ 2020-21માં 39 કરોડની ખોટ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.