સુરતમાં: માનસિક તણાવમાં રત્નકલાકારનો આપઘાતનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના મંજુરાગેટ બસ સ્ટેન્ડ પાસે જ આજે સવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ જોઈ હાજર લોકોએ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવતા તેમને સમયસર સારવાર મળી રહેતા તે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. જોકે તેમણે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે અંગે હાલ ખટોદરા પોલીસે આગળની તપાસ હાથધરી છે.
" આજે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જે મામલે નવી સિવિલ પોલીસ ચોકી થી અમને જાણ કરવામાં આવી હતી. જેથી અમે હોસ્પિટલ આવી પોહ્ચ્યા હતા. આ ઘટનામાં ઝેરી દવા પીનાર 23 વર્ષીય રમેશ જાદવાની જેઓ કતારગામ વિસ્તારમાં આવેલ ભૂમિ સોસાયટીમાં રહે છે. તેઓ ત્યાંજ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આજરોજ સાવરે નીકળ્યા બાદ મજુરાગેટ બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. ત્યાંજ તેઓએ બધાની સામે જ ઉંદર મારવાની દવા ગટગટાવ તા હાજર લોકોએ તેમની હાથમાંથી દવાની બોટલ ફેંકી તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.જોકે નવી સિવિલ હોસ્પિટલ બરોબર બાજુંમાં જ હોવાથી સમયસર સારવાર મળી જતા રમેશનો જીવ બચી ગયો હતો." --રાહુલ વસાવા (ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
માનસિક તણાવમાં: રમેશ છેલ્લા કેટલાક દિવસથી કોઈ વાતને લઈને માનસિક તણાવમાં હતો.વધુમાં જણાવ્યુંકે, રમેશ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી. તેની તબિયત સારી છે અને તે હોશમાં પણ છે. પરંતુ આપઘાત મામલે તે કશું બોલવા માટે તૈયાર નથી. જેથી હાલ તો જો કોઈ નિવેદન આપે તો અમે આગળની તપાસ કરીએ. રમેશ પોતાના પરિવાર જણાવે છેકે તેઓ છેલ્લા કેટલાક દિવસથી કોઈ વાતને લઈને માનસિક તણાવમાં હતો. અને હવે હોસ્પિટલમાં પોતાના જ પરિવાર ને કહે છેકે મને સંભળાવાની જરૂર નથી.