ETV Bharat / state

સોનુ સૂદની ઉદારતાથી ચાર હાથ અને ચાર પગ ધરાવતી દીકરીને મળ્યું નવું જીવન - Polimelia Operation benefits

સુરતની કિરણ હોસ્પિટલમાં (Kiran Hospital) બિહારની ચાર પગ અને ચાર હાથ ધરાવતી બાળકીની સફળ સર્જરી કરવામાં આવી છે. બોલિવુડના અભિનેતા સોનુ સૂદની (Sonu Sood) ભલામણ બાદ સુરતની કિરણ હોસ્પિટલે બિહારની આ બાળકીનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. સુરતમાં પહેલીવાર આ પ્રકારનું જટીલ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે.

સોનુ સૂદની ઉદારતાથી ચાર હાથ અને ચાર પગ ધરાવતી દીકરીને મળ્યું નવું જીવન

author img

By

Published : Jun 9, 2022, 5:50 PM IST

Updated : Jun 9, 2022, 6:54 PM IST

સુરત: સોનુ સૂદના કારણે હવે બિહારની દીકરી સામાન્ય જીવન જીવી શકશે. બિહારના પટનામાં દીકરીને જન્મથી જ ચાર હાથ અને ચાર પગ (girl with four legs and four arms)હતા. આ દિવ્યાંગનું સોશયલ મીડિયામાં તસવીર વાયરલ (Girl Has Polimelia in Bihar)થતા તેની ઉપર સોનુ સુદની નજર ગઈ અને તે જ દિવસે અભિનેતા સોનુ સૂદે બાળકીનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી. અઢી વર્ષની દિવ્યાંગ બિહારના નવાદા જિલ્લા વારસલીગંજ પ્રખંડ સોર પંચાયતના હેન્ડ આ ગામની રહેવાસી છે. સોનુ સુદની જાહેરાત બાદ બાળકીને સુરતની કિરણ હોસ્પિટલમાં (Kiran Hospital Surat)શીફ્ટ કરવામાં આવી હતી.

નવું જીવન

આ પણ વાંચોઃ બળદનો વિકલ્પ બનેલી આ 'બેટી'ની મદદ માટે આગળ આવ્યા સોનુ સૂદ

કલાકો સુધી ઓપરેશન હાથ ધરાયું - કિરણ હોસ્પિટલના સર્જન અને એક્સપર્ટ ડોક્ટરો( Birth Defect girl Bihar)દ્વારા કલાકો સુધી ઓપરેશન હાથ ધરાયું હતું. ડોક્ટરોની મહેનત અને સોનુ સુદની દરિયાદિલી ના કારણે બિહારની અઢી વર્ષીય દિવ્યાંગ એક સામાન્ય બાળકની જેમ પોતાનું જીવન નિર્વાહ કરી શકશે. બાળકી નો પરિવાર 30મી મેના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદ તેન મળ્યો હતો. અભિનેતા સોનુ સૂદે સારવાર માટે પરિવારને સુરત મોકલ્યો હતો.

જટિલ ઓપરેશન - બાળકીને ચાર હાથ અને ચાર પગ હતા. જન્મથી તે અસામાન્ય શારીરિક રચના સાથે જીવી રહી હતી પરિવારના લોકો ગરીબ પરિવારથી આવે છે. જેથી બાળકીને સામાન્ય જીવન આપવા માટે સર્જરી કરવા તેમની પાસે પૈસાની અછત હતી. માતાપિતાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના જીવનમાં સોનુ સૂદ દેવદૂત બનીને આવશે. હાલ બાળકીના માતા-પિતા પણ સુરતની કિરણ હોસ્પિટલ માં બાળકી સાથે છે. દેશમાં આ રીતની સર્જરી ખૂબ જ જટિલ હોય છે કારણ કે શરીરમાંથી જે અતિરિક્ત અંગ છે તેને શરીરથી અલગ કરવા માટે નિષ્ણાતોની પેનલ હોવી ખૂબ જરૂરી હોય છે. જેથી ભવિષ્યમાં બાળક સામાન્ય રીતે જીવન જીવી શકે. તેને શારીરિક સમસ્યા ન થાય અને સામાન્ય રીતે જીવન નિર્વાહ કરી શકે આ માટે જરૂરી છે.

આ પણ વાંચોઃ Birthday Special: ગરીબોનો મસીહા સોનુ સૂદનો 48મો જન્મદિવસ

દેશના સૌથી મુશ્કેલ સર્જરી સફળ - સોનુ સુદ ચૌમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચે ઉઠાવ્યો છે. આ માનવતાવાદી અને ચારેતરફ પ્રશંસા થઈ રહી છે ત્યારે આ અંગે પોતે સોનુ સૂદે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી લખ્યું છે કે દેશના સૌથી મુશ્કેલ સર્જરી માંથી એક સફળ. સાથે તેઓએ કિરણ હોસ્પિટલ, ટ્રસ્ટી મથુર સવાણી સહિત ડોક્ટરોનું પણ આભાર વ્યક્ત કર્યો છે. કિરણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ બાળકીનું સાત કલાક સુધી સર્જરી ચાલી હતી જે સફળ રહી છે. ટૂંક સમયમાં તે અન્ય સામાન્ય બાળકોની જેમ વાંચન લેખન તેમજ રમી શકશે. તેની સારવારને લઈ અમે નિષ્ણાંતો સાથે પણ સંપર્કમાં છીએ.

Last Updated : Jun 9, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.