સુરત : પુલવામાં શહીદોનું બલિદાન આવનારી પેઢીઓને યાદ રહે અને સૈનિકોનો દેશ પ્રત્યેનો ઝનૂન આપણા દિલમાં બરકરાર રહે એ માટે તેમની યાદમાં સુરતના ગ્રીનમેન ગણાતા વિરલ દેસાઈએ ઉધના સ્ટેશન પર પુલવામા શહીદ સ્મારક અને ઈન્ડિયન રેલવેનું શહીદ સ્મૃતિ વન તૈયાર કર્યું છે. ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામાં ખાતે ૪૦ દેશના જવાનોએ શહાદત વહોરી હતી. જ્યાં તેમની આ શહાદતને યાદ રાખવા માટે સુરતના ઉધના વિસ્તારમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે.
દેશના એકમાત્ર પુલવામાં શહીદ સ્મારક પર વિદ્યાર્થીઓએ પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ - પુલવામા
જિલ્લાની એક શાળાના વિદ્યાર્થીઓએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સુરતના ઉધના સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલા દેશના એકમાત્ર પુલવામા શહીદ સ્મારક અને શહીદ સ્મૃતિવનની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. અહીં શહીદ થયેલા તમામ 40 જેટલા વીર જવાનોના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમજ શહીદોના માનમાં નારા બોલાવીને શહીદોને યાદ કર્યા હતાં.
પુલવામાં શહીદ સ્મારક પર વિદ્યાર્થીઓએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ
સુરત : પુલવામાં શહીદોનું બલિદાન આવનારી પેઢીઓને યાદ રહે અને સૈનિકોનો દેશ પ્રત્યેનો ઝનૂન આપણા દિલમાં બરકરાર રહે એ માટે તેમની યાદમાં સુરતના ગ્રીનમેન ગણાતા વિરલ દેસાઈએ ઉધના સ્ટેશન પર પુલવામા શહીદ સ્મારક અને ઈન્ડિયન રેલવેનું શહીદ સ્મૃતિ વન તૈયાર કર્યું છે. ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામાં ખાતે ૪૦ દેશના જવાનોએ શહાદત વહોરી હતી. જ્યાં તેમની આ શહાદતને યાદ રાખવા માટે સુરતના ઉધના વિસ્તારમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે.
Last Updated : Feb 13, 2020, 2:52 PM IST