- ધારુકાવાળા કોલેજમાં ફી મુદ્દાને લઇને વિદ્યાર્થીઓનો વિરોધ
- વિદ્યાર્થીઓ દ્વારા ધક્કા મારવા સહિતનું ખરાબ વર્તન કરાયું
- ફીમાં ઘટાડો કરવામાં ન આવતાં વિદ્યાર્થીઓમાં રોષ
સુરત : વરાછા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજમાં વિદ્યાર્થીઓએ ફી ઘટાડા મુદ્દે વિરોધ કર્યો છે. કોલેજ દ્વારા પહેલા પણ જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરવાની વાત કર્યા બાદ ફીમાં ઘટાડો ન કરવામાં આવતાં રોષ જોવા મળી રહ્યો છે.
કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ફી ઘટાડા મુદ્દે વિરોધ
લોકડાઉન બાદ શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ફીના મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં લડત ચાલી રહી છે. વરાછા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજમાં વિદ્યાર્થીઓએ ફી ઘટાડા મુદ્દે વિરોધ કર્યો હતો. કોલેજ દ્વારા પહેલા પણ જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરવાની વાત કર્યા બાદ ફીમાં ઘટાડો ન કરવામાં આવતાં રોષ જોવા મળી રહ્યો છે.
એસાઈનમેન્ટ નહી ભરે તેને ફી માફી નહી અપાય
વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરનાર પ્રદિપ કાકડીયાએ જણાવ્યું હતું કે, પહેલા મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓએ કહ્યું હતુ કે, જે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ હશે તેમની ફીમાં ઘટાડો કરવામાં આવશે. જેના માટે લેખિતમાં અરજી કરવા પણ જણાવાયું હતું. અમે અરજી કરી હતી. પરંતુ ત્યારબાદ કહેવામાં આવ્યું કે, જે વિદ્યાર્થીઓ એસાઈનમેન્ટ નહી ભરે તેને ફી માફી નહી અપાય. વિદ્યાર્થીઓએ તે પણ જમા કરાવ્યા છતાં પણ કોઇ જ ફી ઘટાડો થયો નથી.
ટ્રસ્ટીઓ લેશે નિર્ણય
કોલેજના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફી માફીની વાત કોલેજના ટ્રસ્ટીઓ સુધી પહોંચાડવામાં આવશે. એ લોકો નિર્ણય જે લેશે તે પ્રમાણે આગળ કામ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા ધક્કા મારવા સહિતનું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. તેમ વિદ્યાર્થીઓ સિવાયના અન્ય લોકો દ્વારા પણ ગેરવર્તન કરવામાં આવ્યું છે.