- MTB ARTS કૉલેજના વિદ્યાર્થીઓમાં રોષ
- વિદ્યાર્થીઓને મળતી નથી શિષ્યવૃત્તિ
- પ્રિન્સિપલે આપી હૈયાધારણા
સુરત: શહેરની MTB ARTS કોલેજમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા MTB ARTS કોલેજના પ્રિન્સિપલને એક આવેદન આપવામાં આવ્યું. આ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, છેલ્લા દોઢ વર્ષથી MTB ARTS કૉલેજના SC/ST/OBCના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિ મળી નથી. જેના માટે કોલેજ તંત્રની ભૂલના જવાબદાર છે. ઉપરાંત MTB ARTS કૉલેજ દ્વારા હજી આંકડો આપવામાં આવ્યો નથી કે કેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચશો: અંકલેશ્વરની કડકીયા કૉલેજના વિદ્યાર્થીઓ પર ફી ભરવા દબાણ કરાયું
વિદ્યાર્થીઓએ જ્યારે પોતાને શિષ્યવૃત્તિ નથી મળતી તેવો બળાપો જાહેર કર્યો છે, ત્યારે MTB ARTS કૉલેજના પ્રિન્સિપલ ભાવનાબેન ચાંપાનેરીયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, મને MTB ARTS કૉલેજના પ્રિન્સિપલ તરીકે ચાર્જ લીધો થોડો જ સમય થયો છે અને શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને મળી નથી તે બાબતે હું તાત્કાલિક તપાસ કરાવું છું. મારી જ કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લા દોઢ વર્ષથી શિષ્યવૃત્તિ મળી નથી એ વાત મને પણ નહીં ગમે. આથી હું શિષ્યવૃત્તિ બાબતે તપાસ કરાવીશ જે વિદ્યાર્થીઓને હજી સુધી શિષ્યવૃત્તિ શા માટે મળી નથી. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચોક્કસથી આપવામાં આવશે.
આ પણ વાંચશો: મહીસાગરઃ પી.એન.પંડ્યા કૉલેજને ખાણ ખનીજ વિભાગે 11,86,360નો દંડ ફટકાર્યો