ETV Bharat / state

સુરતમાં 2 લાખ રૂપિયાની બેગની ચોરી કરી ગઠિયો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ - gujaratinews

સુરત: શહેરમાં ઉધના વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરમાં આવેલા ઉધના વિસ્તારમાં યુવક પર મેલું નાખીને બે લાખ રૂપિયા ભરેલી બેગને ગઠિયો લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગઠિયાની તપાસ હાથ ધરી છે.

સુરતમાં 2 લાખ રૂપિયાની બેગની ચોરી કરી ગઠિયો ફરાર, ઘટના CCTVમાં કેદ
author img

By

Published : Jul 14, 2019, 12:47 PM IST

શહેરના ઉધના વિસ્તારમાં દુકાનમાં યુવક જ્યુસ પીવા માટે ઉભો હતો. તે સમય દરમિયાન એક ગઠિયાએ તે યુવકના શર્ટ પર મેલું ફેક્યું હતું. જેને કારણે યુવકને શરીરમાં ખંજવાળ આવતા તેણે શર્ટ ઉતારવા માટે બે લાખ રૂપિયાથી ભરેલી બેગને દુકાનની ખુરશી પર મુકી હતી. જેનો લાભ લઈને ગઠિયાએ યુવકની નજર ચૂકવીને રૂપિયાનું બેગ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બાદ યુવકને પોતાનું રૂપિયા ભરેલું બેગ જોવા ન મળતા બેગની શોધખોળ કરી હતી.

ત્યારબાદ યુવકે દુકાનના CCTV કેમેરામાં તપાસ કરતા દુકાનમાં પહેલેથી જ બેસેલો અજાણ્યો ગઠિયો રૂપિયા ભરેલી બેગને લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ યુવકે ઉધના પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે CCTV ફૂટેજ મેળવીને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.

સુરતમાં 2 લાખ રૂપિયાની બેગની ચોરી કરી ગઠિયો ફરાર, ઘટના CCTVમાં કેદ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો ભોગ બનનાર યુવક પ્લાયવુડના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જે અલગ-અલગ જગ્યા પરથી રૂપિયાનું કલેક્શન કરતો હતો. ત્યારે કલેક્શન કરેલા રૂપિયા ભરેલી બેગની ચોરી થતા યુવક મુંઝવણમાં મુકાઈ ગયો હતો. જોકે પોલીસે આ સમગ્ર ઘટનામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:સુરત.

ઉધના વિસ્તારમાં યુવક પર મેલું નાખી બે લાખ રૂપિયા ભરેલી બેગ ગઠિયો લઈ ફરાર...

દુકાન પર જ્યુસ પીવા માટે આવેલા યુવક ના શર્ટ પર મેલું નાખતા યુવક ના શરીરે ખજવાડ ઉભી થઇ...

યુવકે મેલું સાફ કરવા શર્ટ ઉતારતા જ્યુસની દુકાન માં ખુરશી પર મૂકેલ રૂપિયા બે લાખ ભરેલી બેગ ગઠિયો નજર ચૂકવી લઈ ફરાર..

સમગ્ર ઘટના બાદ રૂપિયા ભરેલી બેગ ન દેખાતા યુવક ચિંતામાં મુકાયો સને આમતેમ બેગની શોધખોળ કરી.

Body:જ્યાં દુકાનના સીસીટીવી ચેક કરતા દુકાનમાં પહેલાથી બેસી રહેલ અજાણ્યો ગઠિયો રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થતા કેદ...

ઘટના બાદ ઉધના પોકિસ મથકમાં યુવકે નોંધાવી ફરિયાદ.

ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરી ગઠિયા ની શોધખોળ હાથ ધરી....

ઘટના લાઈવ સીસીટીવીમાં જોવા મળે છે..

Conclusion:ભોગ બનનાર યુવક પ્લાયવુડ ના વ્યવસાય સાથે સંકળાયેલ...

અલગ અલગ જગ્યાએથી કરવામાં આવેલ કલેક્શન ના રૂપિયા ભરેલ બેગ ની ઉઠાંતરી....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.