ETV Bharat / state

Surat Civil Hospital: જવલ્લે જ દેખાતી સ્ટિવન જોન્સન સિન્ડ્રોમ બીમારીનો દર્દી સુરત સિવિલમાં દાખલ - Steven Johnson Syndrome Patient admit in MICU Ward

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાખોમાં એક એવી બીમારી જવલ્લે જ દેખાતી સ્ટિવન જોન્સન સિન્ડ્રોમના દર્દીને હોસ્પિટલના MISU વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. જોકે, બીમારી શા માટે ઘાતક છે. તેના કયા લક્ષણો છે તે તમામ માહિતીઓ નવી સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટે જણાવ્યું હતું.

Surat Civil Hospital: જવલ્લે જ દેખાતી સ્ટિવન જોન્સન સિન્ડ્રોમ બીમારીનો દર્દી સુરત સિવિલમાં દાખલ

author img

By

Published : Feb 17, 2023, 3:16 PM IST

બીમારી પાછળનું કારણ વધુ પડતી દવાઓનું રિએક્શન

સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટિવન જોન્સન સિન્ડ્રોમ બિમારીનો દર્દી દાખલ થયો છે. આ બિમારી જવલ્લે જ દેખાતી બિમારી છે. આ દર્દી વરાછા વિસ્તારમાંથી આવી સિવિલ હોસ્પિટલમાં પોતે જ દાખલ થયો છે. તેને શુગર અને શ્વાસની તકલીફ સાથે વિસેક દિવસથી ટિબીની પણ દવા ચાલી રહી હતી, જેના કારણે તેને ટિબી વિભાગમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે, આ પ્રકારની બિમારી લાખોમાં એક જોવા મળે છે.

આ પણ વાંચોઃ થેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન

બીમારી પાછળનું કારણ વધુ પડતી દવાઓનું રિએક્શનઃ જોકે, બીમારી શા માટે ઘાતક છે. તેના કયા લક્ષણો છે. તે તમામ માહિતીઓ નવી સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ ડો. ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે, એક 19 વર્ષના વ્યક્તિને સ્ટિવન જોન્સન સિન્ડ્રોમ બિમારી છે. આ પહેલા પણ આવ્યો હતો અને ગઈકાલે તેને સિવિલમાં દાખલ કરાયો છે. આ પ્રકારની બીમારી એકથી બે લાખ લોકોમાંથી ફક્ત 1 કા તો 2 વ્યક્તિમાં જોવા મળે છે. જોકે, આ બીમારી થવા પાછળનું કારણ વધુ પડતી દવાઓ લેવાના કારણે તેનું રિએક્શન થાય છે. આવી બીમારી હોય તો તેમાં 42થી 50 ટકા કેસોમાં લોકોના મૃત્યુ થઈ જાય છે.

આવી બીમારીઓમાં અલગ અલગ પ્રકારની ચામડીના રોગો હોય છેઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની બિમારીઓમાં અલગઅલગ પ્રકારની ચામડીના રોગો હોય છે. હાલ જે અમારી પાસે જે દર્દી સારવાર લઈ રહ્યો છે. તેને ટાઈફોઈડ, ડાયાબિટીસ, મલાઈટ્સ સહિત અન્ય પ્રકારની બીમારીઓ પણ છે, જેથી તેની ટિવાર કોલીશની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ભાગ્યે જ જોવા મળતી બીમારી ટ્રાઇકોબેઝરનું સિવિલમાં ઓપરેશન સફળ

ડોક્ટર સલાહ મુજબ દવા લેવા આગ્રહઃ સિવિલના સુપરિટન્ડન્ટે ઉંમેર્યું હતુ કે, આવી બિમારીઓમાં શરીર પર સફેદ ચાંદા પડી જાય છે અને હોટ ઉપર પણ સફેદ ડાઘા આવી જાય છે, જેથી લોકો કોઈ પણ દવા લે, પરંતુ ડોક્ટરની સલાહ લેવા વગર તે દવા લેવાની જરૂરી નથી. ડોક્ટર સલાહ આપે તે પ્રમાણે દવા લેવી જરૂરી છે નહીં તો આ પ્રકારની બિમારી થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.