- રાજ્ય અને શહેરોમાં આજથી ધોરણ-9 થી 11ના ઑફ્લાઈન વર્ગો શરૂ
- આજથી ધોરણ-9 થી 11નું ઓફલાઇન વર્ગોના શ્રી ગણેશ
- સંમતિ પત્રક લઈને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે શાળાએ
સુરત: રાજ્ય સરકારના આદેશ અનુસાર આજથી રાજ્ય અને શહેરોમાં ધોરણ-9 થી 11ના ઑફલાઇન ક્લાસ ચાલું થઇ ગયા છે. એજ રીતે સૂરતમાં પણ સ્કૂલોમાં ધોરણ-9 થી 11ના ઑફલાઇન વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વાલીઓને થોડા દિવસ પેહલા જ સ્કૂલ દ્વારા પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે સંમતિપત્રક મોકલી આપવામાં આવ્યા હતા. તેજ સંમતિ પત્રક લઈને વિદ્યાર્થીઓ આજે શાળાએ આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓને સંમતિપત્રક જોઈને સ્કૂલમાં પ્રવેશ
વિદ્યાર્થીઓને સંમતિપત્રક જોઈને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જો કે, સ્કૂલના પ્રવેશ દ્વાર પર સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું થર્મલગનથી ટેમ્પરેચર, હેન્ડ સૅનેટાઇઝ તથા માસ્ક નઈ હોય તો માસ્ક પણ આપવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ જ તેમને તેમનાં વર્ગોમાં જવા દેવામાં આવી રહ્યું છે. જોકે સ્કૂલ દ્વારા પણ કોવિડ-19ની તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે. તથા વર્ગ ખંડમાં પણ વિદ્યાર્થીઓને ઝીક-ઝોક લેનમાં બેસાડવામાં આવ્યા છે. જ્યાં એક વર્ગ ખંડમાં 20-25 બેંચ હોતી ત્યાં હવે 12-15 બેંચ જોવામાં આવી રહી છે. અને સ્કૂલ દ્વારા 50% વિદ્યાર્થીઓની સંખ્યા સાથે બેસાડવામાં આવ્યા હતા.
ઓનલાઇન ક્લાસ પણ ચાલુ જ રહેશે.
આજથી રાજ્ય અને શહેરોના સ્કૂલોમાં ધોરણ-9 થી 11ના ઑફ્લાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમાં સ્કૂલ્સ દ્વારા કોવિડ-19ના તમામ SOPનું પાલન કરવાનું રહેશે, ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ કોઈ કારણ હોવાથી સ્કૂલે ઑફલાઇન ક્લાસ નઈ લઇ શકે તો તેવા વિદ્યાર્થી માટે ઓનલાઇન ક્લાસ પણ ચાલું જ રહેશે. જેથી એવા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહિ.
વિદ્યાર્થીઓ અમારાથી દૂર જતા રહ્યા છે. એવું ફીલ થઈ રહ્યું હતું.
રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આ બાબતે સુરતના શિક્ષકો દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આજે અમને ખુબ જ આનંદ છે. આજે વિદ્યાર્થીઓ અમારી સામે છે. આજથી શિક્ષણ ચાલુ થશે તે કંટીન્યુ ચાલશે. અમારી આઈ કોન્ટેકની સામે વિદ્યાર્થીઓની આવી રહી કવેરીઓ પર્સનલી તેમની પાસે જઈને એમને શું મુશ્કેલીઓ પડી રહી છે. તે અમે પૂછી શકીએ છીએ ઓનલાઈનમાં ઘણી તકલીફો પડી રહી હતી. ઇન્ટરનેટના ઈશુશ આવતા હતા. અમુક સમય મારો અવાજ તમને સંભળાતો ન હતો. વિદ્યાર્થીઓ નો રીપ્લાય અમને આવતો ન હતો.વિદ્યાર્થીઓ અભ્યાસ થી વિખુટા પડી ગયા હોય એવું અમને લાગી રહ્યું હતું. જેને કારણે અમને પણ ગમતું ન હતું. અને વિદ્યાર્થીઓ પણ ઘરે એકદમથી બોર થઈ જતા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, જાણો આ અંગે શું કહે છે રાજકોટના વાલીઓ
સરકારની ગાઈડ લાઈનનું પાલન સાથે સ્કૂલો શરૂ
હવે એ જોવા નહીં મળશે આજે ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું તથા હેન્ડ સૅનેટાઇઝ કરવામાં આવ્યું પૂરી રીતે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવામાં આવે છે. જેથી કોરોનાની કોઈ ઇફેક્ટ વિદ્યાર્થીઓ પર ન પડે તે માટે વિદ્યાર્થીઓને પણ વર્ગખંડમાં એક બેંચ પર એક વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા છે. તથા સ્કૂલ દ્વારા પણ ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવામાં આવશે. તમે વિદ્યાર્થીઓને પણ પૂછી શકો છોકે વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને જે નુકસાન થઈ રહ્યું હતું. તે હવે અહીં આવીને તે અભ્યાસ કામ બગડશે નહીં. વિદ્યાર્થીઓને આવી રહી બધી જ કવેરીઓનું સોલ્યુશન થઈ જશે. અમે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીશું. પેરન્ટસ પણ વિદ્યાર્થીઓને પ્રોટેક્શન સાથે જ શાળાએ મોકલે છે. દરેક વિદ્યાર્થીઓ પાસે તમને માસ્ક થતા સૅનેટાઇઝ જોવા મળશે. તથા સ્કૂલમાં પણ સેનેટાઈઝર આપવામાં આવે છે ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે.જેથી કોરોનાનો ભય થોડો ઓછો થઇ જાય છે.
હવે ધીરે-ધીરે રાજ્ય સરકારે પ્રાથમિક વિભાગ પણ ચાલું કરવાની જરૂર છે.
રાજ્ય સરકારના આદેશ મુજબ જે સોમવારથી સ્કૂલ ચાલું કરવાની હતી. તે અમે પ્રોપર SOPનું પાલન કરીને વિદ્યાર્થીઓ જયારે સ્કૂલમાં એન્ટ્રી કરતા હતા, ત્યારે અમારા દ્વારા વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું તથા હેન્ડ સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને આપવામાં આવેલા સંમતિપત્રક લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વર્ગખંડમાં SOP મુજબ બેસાડવામાં આવ્યા છે. એક વર્ગખંડમાં 50% ક્ષમતા સાથે બેસાડવામાં આવ્યા છે. એક કોરોનાની ત્રીજા લહેરની સરતો છે જ પરંતુ અમે રાજ્ય સરકારે જે ગાઈડલાઈન આપી છે. તેનું પાલન કરીએ છીએ. તે મુજબ વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં બેસાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ઘરે જાય તે બાદ પણ અમે ક્લાસરૂમને સૅનેટાઇઝ કરીયે છીએ.
આ પણ વાંચો: રાજ્યમાં સોમવારથી 9 થી 11ના વર્ગો શરૂ, સ્કૂલોમાં ઓડ ઇવન પદ્ધતિ શરૂ થશે
10મું-ધોરણ અમારી માટે ખૂબ જ મહત્વનું છે.
આજે અમે સ્કૂલે આવ્યા છે અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે.જોકે અમારું 10મું ધોરણ છેતો એ ખૂબ જ મહત્વનો કહેવામાં આવે છે. જોકે ઓફલાઈન જેટલો અભ્યાસ થાય તેટલું જ કરવાનું હોય તથા ઓનલાઈન અભ્યાસમાં અમને ન સમજાય તેનું કંઈ થતું ન હોય અને ઓફલાઇનમાં શિક્ષકોને કંઈ પણ પૂછી શકીએ છીએ. જોકે કોરોનાની ત્રીજા લહેરની વાત છેતો અમારા સ્કૂલ દ્વારા તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અમે શાળાએ આવે એટલે અમારું સૅનેટાઇઝ તથા ટેમ્પરેચર માપવામાં આવે છે અને વર્ગખંડમાં જઈ એક બેંચ પર એક જ વિદ્યાર્થી બેસવું તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ-10 માટે તો ઓફલાઈન શિક્ષણ જ ચાલુ રાખવું જોઈએ.
ધો-12નું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્વ ઘો-11નું પણ છે.
અમને ધોરણ-10માં માસ પ્રમોશન મળી ગયું છે. એ અમારી માટે ખૂબ જ સારી વાત છે. ધોરણ-12નું જેટલું મહત્વ છે. તેવી જ રીતે ધોરણ 11નું પણ ખૂબ જ મહત્વ છે. સ્કૂલે આવ્યા પહેલા અમે સ્કૂલના એમ કહેવામાં આવ્યું હતું કે, તમે તમારી સાથે હેન્ડ સૅનેટાઇઝ તથા માસ્ક પહેરીને આવવું એવું સૂચિત કરવામાં આવ્યું હતું. ઓનલાઇન શિક્ષણમાં તો ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ આવતો હતો. જેથી ભણવાની મજા આવતી ન હતી. પરંતુ હવે ઓફલાઈન વર્ગો શરૂ થયા છેતો સારી વાત છે અમને ઓનલાઈનમાં પડેલી તકલીફોને પૂછી ન શકતા હતા અને ઑફ્લાઈન અમે ટીચર્સને પૂછીને અભ્યાસક્રમમાં પડતી તકલીફોનું સોલ્યુશન લાવી શકીએ છીએ. આથી હું ઓફલાઈન શિક્ષણને મહત્વ વધારે આપીશ.