સુરત: સ્પાની આડમાં સુરતમાં દેહવેપાર ચાલતો હોવાનું બહાર આવી ચુક્યું છે જે બાદ આવી પ્રવુતિને નેસ્તાનાબુદ કરવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન સુરત પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ટીમ બનાવીને 602 જેટલી રેડ કરવામાં આવી છે. ચાલુ વર્ષ દરમ્યાન 197 જેટલી મહિલાઓને દેહવેપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી છે, જેમાં 52 મહિલાઓ વિદેશી પણ હતી.
'નવરાત્રી દરમ્યાન છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા એક સપ્તાહમાં 602 જેટલી ચેકિંગ અને રેડ કરી છે અને 16 કેસ ઈમરોલ ટ્રાફિકના કર્યા છે. જેમાં 188 કેસો જાહેરનામા ભંગના પણ છે. જાહેરનામા ભંગ એટલે રજીસ્ટર યોગ્ય રીતે મેઈનટેઈન ન હોય, આઈ કાર્ડ યોગ્ય રીતે ચકાસણી વગર રૂમ આપે, હોટલ અથવા સ્પામાં કર્મચારીઓના યોગ્ય રીતે રજીસ્ટ્રેશન ન કર્યા હોય અને વિદેશી નાગરિકોના સી ફોર્મ ભરાવવાની કાયદાકીય કાર્યવાહી ન કરી હોય આ પ્રકારના કુલ 62 કેસો આઈપીસી કલમ 188 મુજબ જાહેરનામાં ભંગના કરવામાં આવ્યા છે. કુલ 90 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.' - અજય તોમર, સીપી, સુરત પોલીસ
101 આરોપીઓની ધરપકડ: વધુમાં જણાવ્યું હતું કે જેટલા કેસોમાં આ રેડ થઇ છે. આ તમામમાં સ્કુલની આજુબાજુ હોય અથવા યુવાઓને આકર્ષીને આ પ્રકારની અનૈતિક વેપાર કોઈ શખ્સ ચલાવતો હોય તેમજ હોટલવાળા સાથે સંડોવણી જણાય આવે આ તમામ કેસોની ઊંડી ચકાસણી કરીને લાયસન્સ રદ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ વર્ષ 2023 પહેલા પણ ચલાવવામાં આવી હતી. અગાઉ 47 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં 101 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કાયદાનો ભંગ કરનાર સામે લેવાશે પગલાં: ચાલુ વર્ષ દરમ્યાન 197 જેટલી મહિલાઓને દેહવેપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી છે, જેમાં 52 મહિલાઓ વિદેશી પણ હતી. સુરત સીટી પોલીસ દ્વારા કોઈ પણ આ પ્રકારની પ્રવૃતિ ચલાવવા દેવામાં આવશે નહી, કાયદાનો ભંગ કોઈ કરશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે, ભવિષ્યમાં પણ પોલીસ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી ચાલુ રાખશે, આવા કેસોમાં પાસા હેઠળ પણ કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ જો આ પ્રકારની પ્રવૃતિ કરતા પકડશે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.