સુરત : બોલીવૂડ ફિલ્મ નાયક આજે જનનાયક બની ગયો છે. લોકડાઉન દરમિયાન સોનુ સૂદે જે રીતે પરપ્રાંતિય શ્રમિકોની મદદ માટે સામે આવ્યા હતા.આજે તેને દેશભરના લોકો માની રહ્યા છે. આજે સોનુ સૂદનો જન્મદિવસ છે.ત્યારે લાખો ચાહકો પોતપોતાની રીતે જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે.
વિશ્વભરમાં સાડીઓ માટે પ્રખ્યાત સુરતમાં તેમના ચાહકોએ ખાસ સાડી ઉપહાર માટે તૈયાર કરી છે. જેમાં તેમની ખાસ તસ્વીર છે. સોનુ સુદની તસ્વીરવાળું માસ્ક પહેરીને નાના બાળકો સાથે સોશ્યિલ ડિસ્ટનસિંગ રાખી કેક કાપી હતી. સોનુ સુદની તસ્વીરવાળી કેક અને માસ્ક પહેરી જ્યારે કેક કાપવામાં આવી રહી હતી.
ત્યારે વીડિયો કોલિંગથી સોનુ સુદે આ સેલિબ્રેશન લાઈવ જોયું હતું. આટલા વ્યસ્ત સમયમાં પણ અને જન્મદિવસ હોવા છતાં સોનુ સુદે સુરતના યુવાનો અને બાળકો માટે સમય કાઢ્યો હતો. જેથી તેમના ચાહકો તેમની ઉપર વધુ ફિદા થયા હતા.
સુરતના યુવાનોએ જે ખાસ સાડી ડિઝાઇન કરી છે. તેમાં ખાસ સ્લોગન લખવામાં આવ્યું હતું ' જિસે ઘર જાના હૈ સોનુ ભાઈ કો બતાના હૈ..' આ સાડી પર તૈયાર કરવામાં આવેલી તસવીર લોકડાઉન સમયે જે રીતે સોનુ સુદે લાચાર બની ગયેલા પરપ્રાંતના શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા.
તેના તમામ દ્રશ્યો સાડી ઉપર બનાવવામાં આવેલા સુદના ચહેરા ઉપર નજર આવે છે. ખાસ એન્ટીબેક્ટેરિયલ માસ્ક પર પણ સોનું સુદની તસવીર જોવા મળી હતી.