સુરત: વોર્ડ નંબર 1ના ભાજપના નગરસેવક અજીત પટેલ (ભેંસાણીયા)ના પુત્રએ તાજેત૨માં જ લીધેલી લાયસન્સવાળી પિસ્તોલમાંથી બુધવારે મોડી સાંજે ભેંસાણ ગામ ખાતે આવેલી ઇશ્વરકૃપા રેસીડેન્સીની સાઇટ ઉપર હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી ગઇ હતી. બાંધકામ સાઇટ ઉ૫૨ કોન્ટ્રાક્ટરના મજુરો સાથે અજીત પટેલના પુત્રની માથાકૂટ થતા તેણે હવામાં ફાયરિંગ કર્યું હોવા અંગેની ફરીયાદ કોન્ટ્રાક્ટરે પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
રેસીડેન્સીના નામે પ્રોજેક્ટ શરૂ: જોકે નગર સેવક અજીત પટેલે ટેલિફોનિક વાતચીતમાં તેના પુત્રએ નવી પિસ્તોલ લીધી હોય ટેસ્ટીંગ માટે હવામાં ફાયરિંગ કર્યું અને કોન્ટ્રાક્ટરને એવું લાગ્યું વિવાદમાં મજુરો તેને મારી નાંખશે કહી પુત્રનો બચાવ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અજીત ઇશ્વરભાઇ પટેલ (ભેંસાણીયા) હાલમાં મનપાના વોર્ડ નં.1ના નગર સેવક છે. અને પાણી તેમજ બાંધકામના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. થોડા સમય અગાઉ જ રાંદેર નજીક આવેલા ભેસાણ ગામમાં તેમણે ઈશ્વર કૃપા રેસીડેન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
મજૂરો સાથે દિવ્યેશ પટેલની માથાકુટ: દરમિયાન બુધવારે મોડી સાંજે અજીત પટેલના પુત્ર દિવ્યેશ પટેલે તેની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં ઇશ્વરકૃપા રેસીડેન્સીની સાઇટ ઉપ૨ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. સાઈટ ઉપર કામ કરી રહેલા મજુરોમાં ફાયરીંગને પગલે દોડધામ મચી ગઇ હતી. કોન્ટ્રાક્ટર પણ દોડી આવ્યો હતો. મામલો પાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કોન્ટ્રાક્ટર પોલીસ ફરિયાદમાં એવું જણાવી રહ્યા છે કે, તેના મજૂરો સાથે દિવ્યેશ પટેલની માથાકૂટ થતા તેણે પિસ્તોલમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે દિવ્યેશ પટેલ સામે એટ્રોસીટી એક્ટ પણ ઉમેરાશે તેવું જાણવા મળી રહ્યું છે. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે કોન્ટ્રાક્ટર અને દિવ્યેશ પટેલ વચ્ચે શરૂઆતમાં સમાધાન થાય તેવા પ્રયત્નો થયા હતા. પરંતુ કોન્ટ્રાકટર ઓટોનોમસ નહીં થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
હથિયારનું લાયસન્સ મળ્યું: આ દિવ્યેશના પિતા અજીત પટેલનો ટેલીફોનીક સંપર્ક કરાતા તેમણે એવું જણાવ્યું હતું કે, દિવ્યેશ પટેલને ત।જેત૨માં જ હથીયારનું લાયસન્સ મળ્યું છે અને તેણે નવી પિસ્તોલ લીધી હોય ટેસ્ટીંગ કરવા માટે હવામાં ફરીયાદમાં એવું જણાવી રહયો છે કે, તેના મજુરો સાથે દિવ્યેશ પટેલની માથાકૂટ થતા તેણે પિસ્તોલમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેને કા૨ણે મજુરોને એવો ડર લાગ્યો હતો કે દિવ્યેશ તેમના ઉ૫૨ હુમલો કરશે. જેને કારણે મામલો બિચક્યો હતો અને પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
દિવ્યેશ પટેલની અટક: પાલ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એલ.ગાધેએ જણાવ્યુ હતુ કે, દિવ્યેશ પટેલની અટક કરી છે અને તેની લાયસન્સવાળી પિસ્તોલ પણ કબ્જે કરીને બેલેસ્ટીક રિપોર્ટ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. દિવ્યેશ સામે નિવેદન લઈ આગળની કાર્યવાહી થશે.