સુરતમાં ત્રણ સ્થળે તસ્કરો ત્રાટયા હતા. જેમાં પ્રથમ બનાવ સુરતના પાંડેસરા વિસ્તારની છે.પાંડેસરા ગામમાં આવેલા પરષોત્તમ એપારમેન્ટ આવેલા ફ્લેટ નંબર 05 રશિક ભાઈના ત્યાં ચોરી થઈ હતી. સોનાના દાગીનાની રોકડ રૂપિયાની ચોરી થઈ હતી. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સુરતના અમરોલી વિસ્તારમાં તસ્કરોને ઉત્તરાયણ ફળી હતી. રાત્રી દરમિયાન મારુતિ ધામ સોસાયટીમાં ચોરો એ 6 જેટલા ઘરમાં ચોરી કરી હતી. લાખો રૂપિયાની ચોરી થયાનું અનુમાન કરાયું છે. ચોરીને લઈ અમરોલી પોલીસના પેટ્રોલિગ પર અનેક સવાલ ઉભા થયા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ છે. ઉત્તરાયણમાં મોટા ભાગના પરિવારના લોકો બહાર ગયા હોય છે. તેવા ધરને તડકારો ટાર્ગેટ કર્યા હતા. અંદાજે સાતથી આઠ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ત્રીજા બનાવમાં મેડિકલ સ્ટોરમાં લાખોની ચોરી થઈ હતી. સુરતના જહાંગીરપુરમાં ઉત્તરાયણ પર્વમાં તસ્કર ટોળકીએ હાથફેરો કર્યો હતો. રાત્રિ દરમિયાન તસ્કરો દુકાને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હોવાની વાત ફરિયાદી મેડિકલ સ્ટોરના માલિક દ્વારા કરાઈ હતી.