કેન્દ્રીય ટેક્સટાઈલ અને મહિલા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં સુરતના ડુમ્મસ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા હતા.
મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા બીચને સાફ કરવાના અભિયાનને સ્મૃતિ ઈરાનીએ લીલીઝડી આપી છે. આ કાર્યક્રમ બાદ સવારે 9 : 30 કલાકે સ્વામી વિવેકાનંદના પ્રતિમાને ફૂલ-હાર અર્પણ કરશે. આ ઉપરાંત સવારે 10 કલાકે લાલ દરવાજા ખાતે મોઢવડીક વાડીમાં CAAના સમર્થનમાં લોકોને સંબોધિત કરશે.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સુરત ડુમસ બીચ પરથી JNUના વિવાદોમાં રહેનાર વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે કેટલાક લોકો સુરતમાં પ્લાસ્ટિકમાં આગ ન લગાડવા માટે પ્રોજેકટ ચલાવી રહ્યા છે તો ત્યાં કેટલાક લોકો વિદ્યાર્થીઓ ના સ્વાંગમાં આગ લગાડવાનું કામ કરે છે.