20 વર્ષ જૂની જર્જરિત ઇમારત હોવાથી પાલિકા દ્વારા નોટિસ આપી બિલ્ડીંગને પણ શીલ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના પગલે પાલિકાની નિષ્ક્રિય કામગીરી પણ સામે આવી છે. જ્યાં પાલિકાના અધિકારીઓ ફક્ત નોટિસ-નોટિસનો ખેલ કરી AC ચેમ્બરમાં બેસી કોઈ મોટી ઘટનાની વાટ જોઈ રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
ફ્લેટધારકના જણાવ્યા પ્રમાણે, અન્ય ફ્લેટધારકો યોગ્ય રીતે બિલ્ડીંગનો મેન્ટેન્સ ખર્ચ આપવા તૈયાર નથી. મેન્ટેનન્સના અભાવના કારણે આ ઘટના બની છે. ઘટના સ્થળે પહોંચેલી પાલિકાની ટિમ ના અધિકારીઓને પણ માહિતી ન હતી કે, હમણાં સુધી રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ જર્જરિત ઇમારતનો સર્વે કેટલો કરવામાં આવ્યો અને કેટલાને નોટિસ બજાવવામાં આવી હતી. આ ઘટના સ્થળે પહોંચેલા પાલિકાના સંદીપ નામના અધિકારીની નફ્ફટગીરી જોવા મળી હતી. જ્યાં અધિકારી દ્વારા વાહિયાત જવાબો આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ પારલે પોઇન્ટ અને પાંડેસરા વિસ્તારમાં જર્જરિત ઇમારત ધડાકાભેર સાથે તૂટી પડી હતી. જો કે, કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે પાલિકા આવી જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવાના બદલે ફક્ત નોટિસનો ખેલ કરી સંતોષ માણી રહ્યું છે. નોંધનીય છે કે, પાલિકાના અધિકારીઓ ફક્ત એ.સી.ચેમ્બરમાં બેસી કાગળ સીમિત કાર્યવાહી કરવામાં જ રસ દાખવી રહ્યા છે. જે આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર પોતાની આળસ ક્યારે ખંખેરશે તે હવે જોવું રહ્યું.