તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાઓના પગલે સંસ્થાઓને સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટો સામે આ પ્રમાણેની કાર્યવાહી ફાયરે હાથ ધરી છે. જો કે ફાયરની આ કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ સિલ્ક સીટી ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર કાફલો દોડતો થઈ ગયો છે. . માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે લાગેલી આગ બાદ ધુમાડાના ગોટે-ગોટા સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા. જેના કારણે માર્કેટ સંપુર્ણ ખાલી કરી દેવામાં આવી. આગની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં નાશભાગ થઈ હતી. જ્યારે આગની ઘટના બાદ પોલીસનો મોટો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો છે.
સુરતની સિલ્ક સીટી ટેક્સટાઈલ્સ માર્કેટમાં આગ, લોકોમાં દોડધામ - સુરત ફાયર વિભાગ
સુરત: રિંગરોડ વિસ્તારમાં આવેલી સિલ્ક સીટી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બિગ્રેડે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આગના કારણે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે ધુમાડાના ગોટેગોટા ફેલાતા ફાયરના જવાનોએ ઓક્સિજન સપોર્ટની મદદ લેવાની ફરજ પડી હતી. બીજી તરફ આગના પગલે ફાયર દ્વારા માર્કેટને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં માર્કેટમાં લાગેલી આગમાં ફાયર સેફટીની અપૂરતી સુવિધા હોવાનું બહાર આવ્યું છે.
તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાઓના પગલે સંસ્થાઓને સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટો સામે આ પ્રમાણેની કાર્યવાહી ફાયરે હાથ ધરી છે. જો કે ફાયરની આ કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ સિલ્ક સીટી ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર કાફલો દોડતો થઈ ગયો છે. . માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે લાગેલી આગ બાદ ધુમાડાના ગોટે-ગોટા સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા. જેના કારણે માર્કેટ સંપુર્ણ ખાલી કરી દેવામાં આવી. આગની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં નાશભાગ થઈ હતી. જ્યારે આગની ઘટના બાદ પોલીસનો મોટો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો છે.
Body:તક્ષશિલા અગ્નિ કાંડ ની ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાઓ ના પગલે સંસ્થાઓને સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટો સામે આ પ્રમાણેની કાર્યવાહી ફાયરે હાથ ધરી છે.જો કે ફાયરની આ કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે..સુરત ના રિંગ રોડ વિસ્તારમાં આવેલ સિલ્ક સીટી ટેકસ્ટાઈલ્સ માર્કેટ માં ભીષણ આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર કાફલો દોડતો થઈ ગયો છે.જો કે માર્કેટ માં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી ની સુવિધા ન હોવાનું પણ જાણવા મળે છે.માર્કેટ ના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે લાગેલી આગ બાદ ધુમાડા ના ગોટેગોટા સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા..જેના કારણે માર્કેટ સંપુર્ણ ખાલી કરી દેવામાં આવી..આગની ઘટના ના પગલે સમગ્ર વિસ્તારમાં નાશભાગની સ્થિતિ જોવા મળી.જ્યારે આગની ઘટના બાદ પોલીસ નો મોટો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો...
Conclusion:આગની ઘટના ને લઈ માર્કેટ ના સંચાલકો સામે પણ ગંભીર બેદરકારી સામે આવી રહી છે..સુરત ફાયર વિભાગ દ્વારા મોલ,દુકાનો જેવી સંસ્થાઓને શીલ મારી કામગીરી ના મોટા દાવા કરવામાં આવે છે.ત્યારે સિલ્ક સીટી માર્કેટમાં લાગેલી આગની ઘટના માં ફાયર સેફટી ની સુવિધાને લઈ સવાલો ઉભા થયા છે.આ બાબતે ફાયર ચીફ બસંત પરીખનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.પરંતુ તેમણે આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી.એટલે સ્વાભવિક છે કે માર્કેટ ને ના તો કોઈ નોટિસ બજાવવામાં આવી છે ના તો શિલિંગ ની કાર્યવાહી કરવામાં આવી છે..સિલ સીટી માર્કેટ માં આગની ઘટના બાદ ફાયરે સિરિયસ કોલ જાહેર કર્યો હતો.જ્યાં બે- થી ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાશે તેવુ નિવેદન ફાયર વિભાગે આપ્યું હતું.