ETV Bharat / state

મધ્યપ્રદેશના પૂર્વ CM સુરતની મુલાકાતે, નર્મદા પાણી વિવાદ અંગે આપી પ્રતિક્રિયા - ઉન્નાવ રેપકેસ

સુરત: શહેરમાં 2 દિવસની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે મીડિયના સવાલોના રાજકીય ઢંગ પ્રમાણે જવાબ આપ્યા હતા. ખાસ કરીને તેમણે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના પાણી વિવાદ અને વનરાજને મોકલવા અંગે પ્રતિક્રિયા આપી હતી.

પાણી મુદ્દે કોર્ટ જે ચુકાદો આપશે તે માન્ય રહેશે : શિવરાજસિંહ
author img

By

Published : Jul 29, 2019, 5:33 PM IST

Updated : Jul 29, 2019, 7:08 PM IST

શિવરાજ સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વનરાજ છે, તો મઘ્યપ્રદેશમાં ટાઈગર છે. આમ જોઈએ તો બંને એકબીજાથી અલગ નથી. પાણી વિવાદ અંગે કોર્ટ જે ચુકાદો આપશે તે માન્ય રહેશે. જળ એ દેશની સંપતિ છે અને દેશની સંપતિમાં કોઈ ભેદભાવ થાય તે સવાલ જ ઉભો થતો નથી. બંને રાજ્યનું હિત જળવાઈ રહે, તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમજ સિંચાઈ સુવિધા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આવેલા 'મામા'એ ઉન્નાવ રેપ કેસના આરોપીનો લૂલો બચાવ કર્યો, ઘટનાથી અજાણ હોવાનો દાવો

આ ઉપરાંત નદીઓને એક કરવાની કામગીરી અંગે પણ વિચારવામાં આવ્યું છે. જેથી બંને રાજ્યને પણ ન્યાય મળી શકે. નર્મદા ઓથોરિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેનો સંપૂર્ણપણે અમલ થશે. અમે કોઈને અન્યાય થાય તેવું ઈચ્છતા નથી.

મીડિયાએ પ્રિયંકા ગાંધીના ટ્વિટ પર સવાલ કરતા કહ્યુું હતું કે, દેશના ચકચારી ઉન્નાવ રેપકેસના આરોપી ધારાસભ્ય હજુ પણ ભાજપમાં છે. તો પાર્ટીનો બચાવ કરતાં શિવરાજસિંહે કહ્યું હતું કે, આ ઘટનાની મને કોઈ જાણકારી નથી. ભાજપની નીતિ અનુસાર જો ખોટા કામો કરવામાં આવશે તો પાર્ટીમાં તેમના માટે કોઈ સ્થાન નથી, તેમજ પાર્ટી દ્વારા સપોર્ટ પણ કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત મધ્યપ્રદેશમાં તેમની પાર્ટીની 2 વિકેટ પડી ગઈ છે, તે અંગે પૂછતા તેમણે જવાબ આપ્યો હતો કે, અમને વિકેટ પાડવામાં રસ રાખતા નથી, પરંતુ ગંદકી સાફ કરવામાં ભરોસો રાખીએ છીએ.

Intro:સુરત : બે દિવસ ની સુરતની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. ખાસ એમપી અને ગુજરાત વચ્ચે પાણી વિવાદ અને વનરાજ ને મોકલવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી...

શિવરાજ સિંહ ચૌહાણ વધુમાં જણાવ્યું કે અહીં વનરાજ છે તો ત્યાં ટાઈગર છે...બંને એકબીજાથી અલગ નથી. કોર્ટ જે ચુકાદો આપશે તે માન્ય રહેશે... જળ એ દેશની સંપત્તિ છે.. દેશમાં ભેદભાવનો સવાલ જ ઉભો થતો નથી.. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હોવાના કારણે રાજ્યના હિત માટેની રક્ષા પણ કરી અને ગુજરાત રાજ્યને પાણી મળે તેના માટે પણ પ્રયાસ કર્યા..આ સાથે અમે સિંચાઈ માટે ના પણ પ્રયાસ કર્યા.નદીઓ ને એક કરવાની કામગીરીની સાથે ગુજરાત ને ન્યાય મળે તેવા પ્રયત્ન પણ કર્યા. નર્મદા ઓથોરિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેનો સંપૂર્ણપણે અમલ થશે. જેથી કરી ગુજરાત અને એમપી સાથે અન્યાય નહીં થાય એવા પ્રયાસ અમારા તરફથી રહેશે.
Body:
પ્રિયંકા ગાંધીના આજના ટ્વિટ પર સવાલ કરવામાં આવ્યો હતો કે દેશના ચકચારી ઉન્નવ રેપકાંડ નો આરોપી ધારાસભ્ય હજુ પણ ભાજપમાં છે તો એમણે પલ્લું ઝાડતા જવાબ આપ્યો હતો કે ઘટનાની જાણકારી મને નથી. બીજેપીની નીતિ છે કે અગર કોઈ ખોટું કરતુ હોય તો તેને સપોર્ટ નહીં કરવો..પરંતુ ઘટના અંગે કોઈ જાણકારી નથી.

Conclusion:શિવરાજ સિંહ ને પૂછવામાં આવ્યું હતું કે એમપી માં તમારી બે વિકેટ પડી ગઈ તો એમણે જવાબ આપ્યો હતો કે અમને વિકેટ પાડવામાં રસ નથી રાખતા પરંતુ ગંદકી સાફ કરવામાં ભરોસો કરીએ છે.ગોલ્ડન બાબાના સવાલ પર એમણે જણાવ્યુ હતુ કે ક્યાંના છે આવા ગોલ્ડન બાબા , આબા , બાબા ક્યાંથી પકડી લાવવામાં આવ્યા આવા બાબા ? આ કોઈ બાબા હોતા નથી..અમારે ત્યાં બાબાઓની ગૌરવશાળી પરંપરા છે.

Last Updated : Jul 29, 2019, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.