ETV Bharat / state

PSI સુસાઇડ મામલો: સાસરિયાઓ દ્વારા નોકરીમાંથી રાજીનામુ આપવા દબાણ કરાતું હતું - સુરત પોલીસ

સુરતમાં મહિલા પીએસઆઇના મોત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આપઘાત દરમિયાન નણંદ સાથે વાતચીત ચાલુ હતી. સાસરિયાઓ દ્વારા નોકરીમાંથી રાજીનામુ આપવા દબાણ કરાતું હતું. રાજીનામુ નહીં આપે તો પુત્રને નહીં મોકલવાની ધમકી આપી હતી.

Surat PSI
Surat PSI
author img

By

Published : Dec 7, 2020, 12:24 PM IST

  • સુરતમાં PSI કેસમાં મોટો ખુલાસો
  • સાસરિયાઓ દ્વારા નોકરીમાંથી રાજીનામુ આપવા દબાણ કરાતું હતું
  • સુરત પોલીસ કડક કાર્યવાહી કરશે

સુરત: મહિલા પીએસઆઇના મોત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આપઘાત દરમિયાન નણંદ સાથે વાતચીત ચાલુ હતી. સાસરિયાઓ દ્વારા નોકરીમાંથી રાજીનામુ આપવા દબાણ કરાતું હતું. રાજીનામુ નહીં આપે તો પુત્રને નહીં મોકલવાની ધમકી આપી હતી. પોલીસે જ્યારે પી.એસ.આઇ જોશીનો ફોન તપાસ કર્યો, ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી હતી. હાલ હકીકતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જો પીએસઆઇ જોશીના સાસરિયાઓ કસૂરવાર હશે તો તેમના વિરોધ ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે.

અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

શહેરના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા 33 વર્ષીય મહિલા પીએસઆઇ અનિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અનિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ પગલું ભર્યું હતું. રવિવારે તેમની અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું અને અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી.

Surat PSI
સાસરિયાઓ દ્વારા નોકરીમાંથી રાજીનામુ આપવા દબાણ કરાતું હતું
પોલીસને મળેલી ડાયરીમાં પોતે જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી- એવું લખી જીવન ટૂંકાવ્યું

ઉધના પોલીસની પટેલ નગર ચોકીના 33 વર્ષીય મહિલા પીએસઆઇ અનિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અનિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ પગલું ભર્યું હતું. પોલીસને મળેલી ડાયરીમાં પોતે જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી- એમ લખી જીવન ટૂંકાવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તેના ફાલસાવાડી સ્થિત 103 નંબરના ફ્લેટે પહોંચી એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી. તેમના પતિ ગૌરાંગ જોશી સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે બજાવે છે.

કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યા હતા

PSI અનિતા પતિ, પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા. વર્ષ 2013માં પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યા હતા. મૂળ અમરેલીના વતની અનિતા જોશીનું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું, ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેમના આપઘાત બાદ રવિવારે તેઓને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને અશ્રૃભીંની આંખે તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.