સુરત: જીવનમાં એક બાદ એક સમસ્યા આવ્યા બાદ પણ ક્યારે હાર નહીં માનનાર શર્મા દંપત્તિ હાલ સુરતના એક શેલ્ટર હોમમાં રહી રહ્યા છે. (Sharma couple refuge shelter home in Surat) આ દંપત્તિના જીવનમાં દુઃખ ત્યારે શરૂ થયું જ્યારે તેઓએ 18 વર્ષના પુત્ર અને માતા-પિતાને દુર્ઘટનામાં ગુમાવી દીધા. (Sharma couple story in surat)
અકસ્માતમાં ગુમાવ્યો પુત્ર: 40 વર્ષ પહેલાં શર્મા દંપત્તિ માતા પિતા સાથે ગુજરાતથી આસામના સિલચર સ્થાયી થવા માટે ગયા હતા. ત્યાં પોતાના સપનાનું એક ઘર પણ બનાવ્યું હતું અને ઘરની બહાર તેઓ ચાની દુકાન પણ ચલાવતા હતા. બધું જ સારું ચાલી રહ્યું હતું. ઘરમાં પુત્રનો જન્મ પણ થયો. પરંતુ તેમની ખુશીને જાણે કોઈની નજર લાગી ગઈ હતી. 18 વર્ષનો પુત્ર જ્યારે ઘરની બહાર પોતાના દાદા દાદી સાથે નીકળ્યો ત્યારે અકસ્માત નડી ગયો હતો અને ત્રણેનું મોત નીપજ્યું હતું. શર્મા દંપત્તિ પર જાણે આભ ફાટી પડ્યું હતું અને તેઓ ત્યાં એકલા થઈ ગયા હતા. પરંતુ તેમની મુસીબતો અહીં જ અટકી નહિ. તેમને એકલા જોઈ આસામના ઉગ્રવાદીઓએ હેરાન કરવાની શરૂઆત કરી દીધી હતી.
આ પણ વાંચો: વિસરાઈ ગયેલી સ્પર્ધાનું ફરી આયોજન, લવાછા ગામે અશ્વદોડ યોજાઈ
સુરતમાં લીધો આશરો: લક્ષ્મી શર્માએ જણાવ્યું હતું કે જ્યારે તેમના પુત્ર અને સાસુ સસરાનું દુર્ઘટના મોત નીપજ્યું હતું, ત્યારે તેઓ એકલા થઈ ગયા હતા અને દુઃખમાં જીવન પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન ઉગ્રવાદીઓ તેમને હેરાન કરવા લાગ્યા હતા. એટલું જ નહીં રાત્રિના ત્રણ વાગ્યે તેઓએ તેમના ઘર પર હુમલો કરી દીધો હતો. તેઓએ પોતાનો જીવ બચાવવા માટે ઘરના પાછળથી ભાગવા લાગ્યા હતા, તે દરમિયાન ઉગ્રવાદીઓની ગોળી તેમના પતિને વાગી હતી. તેમની સારવાર કરાવ્યા બાદ તેઓ આસમથી સુરત રેલવે પાટા પર ચાલીને હેમખેમ રીતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: આંગણવાડીનું કામ વર્ષ વીતવા છતાં અપૂર્ણ, બાળકો મચ્છી માર્કેટમાં બેસવા મજબૂર
પતિને લકવો થઈ જતાં સંભાળ્યું ઘર: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આસામથી સુરત આવ્યાને 25 વર્ષ થઈ ગયા છે. પહેલા તેઓ ગુજરાન ચલાવવા માટે તેમના પતિ વોચમેનની નોકરી કરતા હતા .પરંતુ અચાનક જ તેમને લકવો થઈ જતા તેમની તબિયત લથડી ગઈ હતી. એટલું જ નહીં ત્યારબાદ જ્યારે તેમની તબિયત થોડીક સારી થઈ ત્યારબાદ એક અકસ્માત નડી ગયો હતો. તેઓ બોલી શકતા નથી અને કોઈ કામ પણ કરી શકતા નથી. જેથી હું 13 ઘરમાં ઘરકામ કરવા લાગી. પરંતુ મારી પણ તબિયત અત્યારે સારી રહેતી નથી .હાલ હું એક જ ઘરમાં ઘરકામ કરી શકું એવી સ્થિતિમાં છું. સારું છે કે શેલ્ટર હોમ છે અને અમે અહીં રહીને જીવન ગુજરાન કરી રહ્યા છે.