ETV Bharat / state

કાપડ ઉદ્યોગના વેપારીઓને ચૂનો ચોપડનારા સાત આરોપીઓની SITની ટીમે ધરપકડ કરી

સુરત કાપડ માર્કેટમાં( Textile market of Surat )અલગ અલગ વેપારીઓ પાસેથી ખરીદી કરી થોડું પેમેન્ટ ચૂકવી મોટો જથ્થો ખરીદ કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જનાર ઠગ બાજો સામે સુરત પોલીસ એક્શનમાં છે. આવી ચીટર ગેંગ સામે સુરત પોલીસ SITની રચના( Special Investigation Team )કરી અલગ અલગ રાજ્યમાંથી સાત આરોપીને ઝડપી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

કાપડ ઉદ્યોગના વેપારીઓને ચૂનો ચોપડનારા સાત આરોપીઓની SITની ટીમે ધરપકડ કરી
કાપડ ઉદ્યોગના વેપારીઓને ચૂનો ચોપડનારા સાત આરોપીઓની SITની ટીમે ધરપકડ કરી
author img

By

Published : Jul 30, 2022, 8:34 PM IST

સુરત: કાપડ બજારમાં ઉઠમણાં કરનારા આરોપીઓની ધરપકડ કરવા માટે સુરત પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી હતી. ચીટર ગેંગ સામે(Cheating a cloth merchant ) કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિનશ અજય તોમરએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આર્થિક ગુનાઓમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે SITની આઠ ટીમે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાના અને દિલ્હીથી સાત જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાત આરોપીઓની ધરપકડ - સુરતના કાપડ માર્કેટમાં યાર્ન અને કાપડના અલગ અલગ વેપારીઓ ( Textile market of Surat )પાસેથી ખરીદી કરી થોડું પેમેન્ટ ચૂકવી આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ મોટો જથ્થો ખરીદ કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જનાર ઠગ બાજો સામે સુરત પોલીસ એક્શનમાં છે. આવા ચીટર ગેંગ સામે કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિનશ અજય તોમરએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આર્થિક ગુનાઓમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે એસઆઇટીની ટીમ તેલંગાના, રાજસ્થાન, દિલ્હી અને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ હતી અને ખાસ કરીને સલામતપૂરા ખટોદરા વિસ્તારમાં ચીટીંગના ગુનાને અંજામ આપનાર કાપડના વેપારીઓ અને દલાલોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં પોલીસ આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો, જૂઓ વીડિયો

પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી કરી નાસી જતા - SITની ટીમે આવા સાત જેટલા કાપડના વેપારી અને દલાલની ધરપકડ કરી છે. વર્ષ 2018 થી લઈને અત્યાર સુધી સુરતના કેટલાક કાપડના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. સુરત શહેર આર્થિક નગરીમાં સૌથી મોટા ઉદ્યોગોમાં એક ગ્રે કાપડ ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ કાપડ ઉદ્યોગના વેપારમાં ઘણી ટોળકીઓ વેપારીઓ પાસેથી વિશ્વાસ અને ભરોસો આપી કાપડ અને યાર્નનો માલ ખરીદી કરી પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી કરી નાસી જતા હોય છે. જેમાં મુખ્યત્વે રાજસ્થાન, દિલ્હી, તેલંગાના અને મહારાષ્ટ્રના વેપારીઓ સામેલ છે. આવા ઠકબાજોની ધરપકડ કરવા માટે પોલીસે આઠ ટીમો બનાવી હતી.

આ પણ વાંચોઃ દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ: ખૂંખાર બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો

પેમેન્ટ નહીં ચૂકવી નાસી જતા હતા - સ્પેશલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે જે આરોપીઓની ધરપકડ કરી છે તેઓ ખોટું નામ ધારણ કરી અન્ય બીજા આરોપીઓ સાથે મળીને સુરત અને અન્ય જિલ્લા રાજ્યોના વેપારીઓ પાસેથી યાર્નનો માલ ખરીદી કરી શરૂઆતમાં સમયસર માલનું પેમેન્ટ આપી વેપારીઓને વિશ્વાસમાં લેતા હતા અને મસ મોટા માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જતા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપીઓએ ઘણા વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી છે. આશરે હાલ 28 જેટલા કેસ પર એસઆઇટીની ટીમ કામ કરી રહી છે. સલાબતપુરા ચોક બજાર સહિત ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે આરોપીઓની એસઆઇટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.