સુરત: આમ તો ભારતીય જનતા પાર્ટી અનુસાસિત પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હાલ દક્ષિણ ગુજરાતમાં પાર્ટી અંદર વિખવાદ ચરમ પર છે. આ વખતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિત સાંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય સંદીપ દેસાઇ ટાર્ગેટ પર હતા. એમના જ પાર્ટીના કાર્યકર્તાએ આ તમામ સહિત અન્ય ભાજપના નેતાઓને ભ્રષ્ટાચારી સહિત અન્ય ગંભીર આરોપો લગાવી પત્રિકા છપાવી હતી. આ પત્રિકા ભરૂચ અને પાલેજથી પોસ્ટ કરવામાં આવી હતી. અંગે ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
શું છે પત્રિકા વિવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અનેક ભાજપના ધારાસભ્ય અને નેતાઓ વિરુદ્ધ એક પત્રિકાએ દક્ષિણ ગુજરાતમાં હડકંપ મચાવી દીધો છે. આ પત્રિકામાં પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના અનેક નેતાઓને ભ્રષ્ટાચારી ગણાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ પત્રિકાને સોશિયલ મીડિયાથી નહીં પરંતુ બાય પોસ્ટ લોકોને મોકલવામાં આવ્યા હતા. જેની જાણ ધારાસભ્ય સંદીપ દેસાઈને થતા તેઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એક મહિના પહેલા જ અરજી કરી હતી અને અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
પાટીલ ઉપર ગંભીર આક્ષેપો: હાલમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે જિનેન્દ્ર શાહ નામના શખ્સની ધરપકડ કરી હતી. જેને પોતાના વીડિયોના માધ્યમથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે તેઓએ પાર્ટી ફંડમાં આપવામાં આવેલા કરોડોના રૂપિયા માંથી તેમને કમિશન આપ્યા નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે સુરત જિલ્લાના રાકેશ સોલંકીએ જ આ આખું ષડયંત્ર રચ્યું હતું. તેણે જ પત્રિકા છપાવી હતી અને તેની મદદ વિપુલ યાદવ અને ખુમાનસિંહ નામના વ્યક્તિએ કરી હતી.
પત્રિકામાં શેનો ઉલ્લેખ: રાકેશ સોલંકી ભાજપમાં સક્રિય કાર્યકર્તા છે અને ધારાસભ્ય ગણપત વસાવાના નિકટ માનવામાં આવે છે. જ્યારે સંદીપ દેસાઈએ અરજી કરીએ ત્યારે તેની તપાસમાં રાકેશ પાસેથી એક પેન ડ્રાઈવ મળી આવી છે. જેમાં જિનેન્દ્ર શાહના બે વીડિયો પણ છે. અને પત્રિકામાં ભાજપના નેતાઓને જ ભ્રષ્ટાચારી ગણાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પત્રિકામાં જણાવવામાં આવ્યું હતું કે આ લોકો ગ્રુપ બનાવીને ભાજપમાં કાર્ય કરી રહ્યા છે અને પોતાના માણસોને જ પ્રાથમિકતા આપે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે 100 પત્રિકા સાથે 100 પેન ડ્રાઈવ બાય પોસ્ટ મોકલવામાં આવી હતી.. પોલીસે 400 પેન ડ્રાઈવ જપ્ત કરી છે
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સાંસદ પ્રભુ વસાવા અને તેમને બદનક્ષી થાય ઉલ્લેખ પત્રિકામાં કરવામાં આવ્યો છે. અંગે તેઓએ એક મહિના સુરત ક્રાઈમ બ્રાન્ચ અરજી કરી હતી અને આજે તેની અંદર ફરિયાદ થઈ છે. - ધારાસભ્ય સંદીપ દેસાઈ
ત્રણ લોકોની અટકાયત: એડિશનલ સીપી શરદ સિંઘલએ જણાવ્યુ હતું કે આરોપી રાકેશ પત્રિકા છપાવવામાં આવી હતી આ પત્રિકા સુરત જિલ્લામાં છપાવવામાં આવી જોકે આ પત્રિકા ને ભરૂચ અને પાલેજ વિસ્તારમાંથી પોસ્ટ કરવામાં આવી હતી પત્રિકાની અંદર બદનક્ષી થાય તેવા શબ્દો છે ખાસ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાંસદ પ્રભુ વસાવા સહિત અનેક ધારાસભ્ય અને નેતાઓનું નામ ઉલ્લેખિત છે. આ સમગ્ર મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.