ETV Bharat / state

સુરતના રાજમાર્ગો પર દોડશે સંયમ એક્સપ્રેસ ટ્રેન, પહોંચાડશે સંયમના સરનામે

વેસુ અધ્યાત્મ નગરીમાં(Vesu Aghyatma Nagari) થનારી 75 સામૂહિક દીક્ષા-સિંહસત્ત્વોત્સવ,(samuhik deeksha Simhasattvotsav) વિશે હરકોઈને આમંત્રણ આપવા તેમજ મહામહોત્સવના અદભૂત વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા આ સંયમ એક્સપ્રેસ(Samyam Express) દોડશે ઉપરાંત ટ્રેનમાંથી બાળકોને ખાસ ગિફ્ટ પણ અપાશે.

સુરતના રાજમાર્ગો પર દોડશે સંયમ એક્સપ્રેસ ટ્રેન, પહોંચાડશે સંયમના સરનામે
સુરતના રાજમાર્ગો પર દોડશે સંયમ એક્સપ્રેસ ટ્રેન, પહોંચાડશે સંયમના સરનામે
author img

By

Published : Nov 18, 2021, 7:22 AM IST

  • સંયમ એક્સપ્રેસ દોડશે વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા, ટ્રેનમાંથી બાળકોને ખાસ ગિફ્ટ અપાશે
  • સંયમ એક્સપ્રેસ આગામી તા-29મી નવેમ્બર સુધી સુરતના રાજમાર્ગો પર દોડશે
  • એક ડબ્બામાં સિંહની આકૃતિ પહેરેલી વ્યક્તિ સિંહસત્વોતસવ સુગંધ સુરતમાં પ્રસરાવશે

સુરતઃ છુક છુક કરતી સંયમ એક્સપ્રેસ(Samyam Express) આગામી 29 નવેમ્બર સુધી સુરતના(Surat) રાજમાર્ગો પર દોડશે. સંયમ એક્સપ્રેસને બુધવારે સંયમની નગરી તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલી અધ્યાત્મ નગરીના પવિત્ર પ્લેટફોર્મ પરથી લાભાર્થી લાલણ હરગોવનદાસ પરિવાર, ટ્રસ્ટીગણ, ઉપધાનના લાભાર્થી સંઘવી પરિવાર તેમજ જૈન અગ્રણી નીરવ શાહે લીલી ઝંડી આપી હતી.

75 સામૂહિક દીક્ષા ઉત્સવમાં સંયમ એક્સપ્રેસનું નવું આકર્ષણ

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ(Shri Shantikanak Shramanopasak Trust) અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત, સૂરિરામચન્દ્ર તેમજ સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા સિંહસત્વોત્સવમાં,(samuhik deeksha Simhasattvotsav) ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તેમજ દીક્ષાધર્મના મહાનાયક યોગ તિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે તા-29મી નવેમ્બરે થનારી 75 સામૂહિક દીક્ષા ઉત્સવમાં બુધવારે સંયમ એક્સપ્રેસનું નવું આકર્ષણ ઉમેરાયું છે.

સિંહસત્વોતસવ સુગંધ સુરતમાં પ્રસરાવશે

વેસુ અઘ્યાત્મ નગરીથી(Vesu Aghyatma Nagari) બુધવારે સવારે ઢબુકતા નાસિક ઢોલ સાથે સંયમ એક્સપ્રેસ ત્યાગધર્મની વ્હીસલ વગાડતી ઉપડી હતી. ત્યારે જૈનમ્ જયંતિ જિનશાસનના નાદથી નગરી ગુંજી ઉઠી હતી. ઘર-ઘર અને ઘટ-ઘટમાં સાચા સુખી બનવાનો સંદેશો પહોંચાડતી સંયમ એક્સપ્રેસ ટ્રેન તા-29મી સુધી સુરતના વિવિધ વિસ્તારમાં દોડશે. એક ડબ્બામાં સિંહની આકૃતિ પહેરેલી વ્યક્તિ સિંહસત્વોતસવ સુગંધ સુરતમાં પ્રસરાવશે. અને માર્ગમાં બાળકોને વિવિધ પ્રકારની ગિફ્ટ પણ આપશે.

સંયમ એક્સપ્રેસ સંયમના સરનામે પહોંચાડશે

સંયમ એક્સપ્રેસ સુરતના 75 દીક્ષા મહોત્સવ માટે ખરા અર્થમાં સંયમના સરનામે પહોંચાડશે. મહામહોત્સવના આડે માત્ર 8 દિવસ છે. ત્યારે નિત નવા આકર્ષણો સાથે સુરતમાં દીક્ષા- ત્યાગધર્મના નવા મેઘધનુષ રચાઇ રહ્યાં છે. ત્યારે આ સિંહસત્વોત્સવ નિહાળવા માટે ભારતભરના સેંકડો ભાવિકો સુરતમાં રચાનારા ત્યાગધર્મના સુવર્ણ ઇતિહાસ સમરજોહરણ અને લોચની ક્રિયાના સાક્ષી બનવા સુરત આવી રહ્યાં છે. જે સમગ્ર ઉત્સવને ચાર ચાંદ લગાવશે.

આ પણ વાંચોઃ જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?

આ પણ વાંચોઃ UNSCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતનો પાકને વળતો જવાબ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.