- ભરૂચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સરાહનીય કામગીરી
- સુરતથી ગુમ થયેલી બાળકીનો પરિવારજનો સાથે કરાવ્યો ભેટો
- ભરૂચના એક પરિવારને બાળકી મળ્યા બાદ પરિવારજનોનો કરાયો સંપર્ક
સુરતઃ ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયુ છે. કીમના તવક્કલનગરમાં રહેતી સગીરાનો તેની બહેન સાથે ઝઘડો થતા તે ઘરેથી ભાગી અંકલેશ્વર આવી પહોંચી હતી. અંકલેશ્વર આવ્યા બાદ તે શાહનવાઝ સૈયદની પેસેન્જર ઈકો કારમાં બેસી ભરૂચ આવી હતી. ભરૂચ આવી તે કારમાંથી નીચે ન ઉતરતા શાહનવાઝ હુસૈને તેની પૂછપરછ કરતા બાળકીએ તેના માતા પિતાનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આથી તેઓ સગીરાને પોતાના ઘરે લઈ ગયા હતા અને બાદમાં ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ખાતે પહોચતા પોલીસે બાળકીની પૂછપરછ કરી તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેના પગલે સગીરાની સહાના બેગમ ઈદ્રિશી ભરૂચ આવી પહોંચ્યા હતા અને તેમને બાળકીનો કબજો સોંપાયો હતો. બહેન સાથે થયેલી તકરારમાં સગીરા ઘરેથી ભાગી આવી હતી ત્યારે ભરૂચના જાગૃત નાગરિકની જાગૃતતા અને પોલીસના સહિયારા પ્રયાસોથી બાળકી પરત તેના ઘરે પહોચી છે.
![ઝઘડો થતા સગીરા ઘરથી ભાગી, ભરૂચના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પરિવાર સાથે કરાવ્યો ભેટો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9298534_balaki_7207966.jpg)