સુરત: સચીન GIDC ગેસ દુર્ઘટનામાં મૃત્યુ થયેલા વ્યકિતઓના (Sachin GIDC Chemical Leakage) પરિવારજનોને મુખ્યપ્રધાન રાહત ફંડ માંથી મળેલ ચેકોનું આજે કૃષિ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલ હસ્તે કરાયું. મુખ્યપ્રધાન રાહત ફંડ માંથી( CM Relief Fund ) પરિવાર દીઠ 4 લાખ ચેક આપવામાં અવ્યો. વિશ્વ પ્રેમ દાઈંગ એન્ડ પ્રિન્ટિંગ સચિન ડાઈંગ મિલ તરફથી પણ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયની સહાય કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gas line explosion Surat: સુરતનાં નિર્મળનગર પાસે ગેસ લાઈનમાં ભંગાણમાં થતા લાગી આગ
કુલ રૂપિયા 24 લાખની સહાય અર્પણ - સચિન GIDC ખાતે ગત(Assistance to the families of the deceased)તા.06 જાન્યુ. 2022 ના રોજ વહેલી સવારે કેમિકલ લિકેજથી સર્જાયેલી આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 6 મૃતક શ્રમિકોના પરિવારજનોને આજ રોજ સુરત સર્કિટ હાઉસ ખાતે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલના હસ્તે મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી કુલ રૂપિયા 24 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Fire In Surat: સુરતના ડિંડોલીમાં ગેસમાં લીકેજ થતાં લાગી આગ, 7 લોકો ગંભીર રીતે દાઝ્યા
મિલ માલિક તરફ થી પરિવારજનોને રૂપિયા 2 લાખના ચેક અર્પણ - પ્રત્યેક મૃતક દીઠ રૂપિયા 4 લાખની સહાયના ચેક અર્પણ કરી મુકેશ પટેલે હતભાગી મૃતકો પ્રતિ સંવેદના પ્રગટ કરી હતી. સાથોસાથ વિશ્વપ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ, સચિન GIDCના માલિક વેદપ્રકાશ અગ્રવાલ દ્વારા પણ મૃતકો પ્રતિ સંવેદના પ્રગટ કરતા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા બે લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સચીન GIDCની દુર્ઘટનાના 6 મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદનશીલ છે, ત્યારે રાજ્ય સરકારે ઝડપી પ્રક્રિયા હાથ ધરી કુલ રૂપિયા 24 લાખની સહાય મંજૂર કરી છે એમ કૃષિ, ઊર્જા રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
આ છ મૃતકોના પરિવારોને મળ્યા સહાયના ચેકો
- કિરણબેન સુલતાન ડમર ઉં.વ.22, છોટાબોલાસા ગામ, તા. સારંગી, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ
- સુલતાન નંદા ડમર ઉં.વ.25, તલબપાડા ગામ, તા. બેહાંડી, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ
- સુરેશભાઈ પપ્પુ વખાલા ઉં.વ.22, મકાઈકુઈ ગામ, તા. પીથનપુર, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ
- અંબદત્ત બાજપાઈ ઉં.વ.36, મઉ ગામ, મુસ્તકિલ, ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ
- વિમલચંદ કુલચંચંદ્રા કોરી ઉં.વ.25, હિસમપુર બહારેમઉ ગામ, નિઝામપુર, નવગારા શીરાથુ કોસાંબી, ઉત્તર પ્રદેશ
- વિમલભાઈ પાસવાન ઉં.વ.25, ઈચીપુર ગામ, તા. જમુજી, જિ. પટના, બિહાર