લીંબાયતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે અનેલીંબાયતના બેઠી કોલોની પાસે બાઈક પર આવેલા ૨૫ થી ૩૦ લોકોએ ગાડી અને રીક્ષામાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં વધુમાંસ્થાનિકોએ જણાવ્યું હતું કે બાઈક પર આવેલા લોકો હોકી અને ધોકાસાથે આવ્યા હતા અને અહી આવેલીરીક્ષા, ફોરવ્હીલઅને વાહનોમાં તોડફોડ કરી ત્યાંથી નાસીગયા હતા.
આ સમગ્ર ધટનાની જાણ થતા લીંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.