- સુરતમાં દાનની સરવાણી વહી
- અયોધ્યામાં બનાનાર ભવ્ય રામમંદિર નિર્માણ માટે ફાળો અપાયો
- ફક્ત 12 કલાકમાં જ 18 કરોડનો ફાળો એકઠો થયો
સુરતઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે રાશિ એકત્ર કરવા 44 દિવસનું અભિયાન શરૂ કરાયું છે. તા.15 મી જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી સુધી સતત 44 દિવસ આ કાર્ય ચાલશે અને જે રાશિ એકત્ર થશે તે અયોધ્યા રામમંદિર કાર્ય માટે મોકલવામાં આવશે. કર્ણની નગરી ગણાતું સુરત શહેર દાનવીરો માટે હંમેશાથી પ્રખ્યાત રહ્યું છે. આ વખતે ભગવાન રામના ભવ્ય રામમંદિર માટે દાન કરવા માટે દાનવીરોની જાણે કતાર લાગી ગઈ છે. માત્ર ગણતરીના કલાકોમાં ટેક્સટાઇલ અને હીરાનગરી સુરતમાંથી 18 કરોડ રૂપિયા દાનમાં આવ્યાં છે અને હજુ 43 દિવસો બાકી છે.
- 44 દિવસમાં સુરત તરફથી 100 કરોડ રૂપિયા અપાવાનું અનુમાન
સુરત વીએચપીના અગ્રણી પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં 18 કરોડ રૂપિયા રામ મંદિર બનાવવા માટે સુરતીઓએ દાન કર્યા છે.અમારું લક્ષ્ય છે કે ભારતભરમાં જે પણ શહેર છે તેમાં સૌથી વધુ દાન સુરત દ્વારા કરવામાં આવે. અનુમાન છે કે 44 દિવસમાં સુરત તરફથી 100 કરોડ રૂપિયા હવે રામ મંદિર બનાવવા માટે દાનવીરો આપશે.
ભવ્ય રામ મંદિર માટે સુરતમાંથી પહેલા જ દિવસે 18 કરોડ રૂપિયા દાનમાં આવ્યાં અને હજુ 43 દિવસો બાકી... - Ayodhya Ram Mandir
અયોધ્યામાં રામ મંદિરની નિર્માણ ગાથા સુરતમાં નગરજનો સુધી પહોંચાડવા એક અભિયાનની શરૂઆત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર 12 કલાકમાં સુરતના દાનવીરોએ ગણતરીના કલાકમાં 18 કરોડ રૂપિયા ભવ્ય રામ મંદિર બનાવવા માટે આપી દીધા છે. સુરતમાં અભિયાન 44 દિવસ સુધી ચાલશે. વિશ્વ હિંદુ પરિષદનું માનીએ તો સુરત આવી જ રીતે દાન કરતું રહ્યું તો 44 દિવસમાં સુરત ભવ્ય રામમંદિર માટે 100 કરોડ રૂપિયા આપી શકે છે.
ભવ્ય રામ મંદિર માટે સુરતમાંથી 18 કરોડ રૂપિયા દાનમાં આવ્યાં અને હજુ 43 દિવસો બાકી છે