- ચોકસી કીર્તિકુમાર ચંદુલાલ શાહ નામની જવેલર્સમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો
- સીસીટીવી કેમેરા તોડી દુકાનમાં બાકોરું પાડ્યું
- કુલ 16.05 લાખની મત્તા ચોરી કરી ચોર ફરાર
સુરત : સુરતમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. રાત્રીના સમયે એક જવેલર્સને નિશાન બનાવી બિન્દાસ ચોરી(Theft in Surat) કરી ચોર ફરાર થઇ ગયા હતા. ભેસ્તાન ચાર રસ્તા પાસે આવેલી ચોકસી કીર્તિકુમાર ચંદુલાલ શાહ નામની જવેલર્સમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. સીસીટીવી કેમેરા પણ તોડી, દુકાનમાં બાકોરું પાડી કુલ 16.05 લાખની મત્તા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.
રોકડ રકમ સહિત 16.05 લાખની ચોરી કરી રફુચક્કર
મળતી માહિતી મુજબ સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા નીખીલ કીર્તિકુમાર શાહ ભેસ્તાન ચાર રસ્તા પાસે(Theft near Bhestan Char Rasta) ચોકસી કીર્તિકુમાર ચંદુલાલ શાહ નામની જવેલર્સની(jewellery shop Theft in Surat) દુકાન ધરાવે છે. તેઓની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રીના સમયે દુકાનની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ 80 હજારની રોકડ મળી કુલ 16.05 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે દુકાન માલિક દુકાને આવતા દુકાનમાં સમાન વેર વિખેર જણાયો હતો અને તપાસ કરતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
તસ્કરોએ દુકાનમાં પ્રવેશતાની સાથે જ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. તો બીજી તરફ આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ બનાવને લઈને દુકાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ(investigation Theft in Surat) શરુ કરી છે. તેમજ દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો(surat police in theft case) ધમધમાટ પણ શરુ કર્યો છે.
આ પણ વાંચોઃ Surat road accident:સુરતના મહુવા નજીક કાર વૃક્ષમાં અથડાતા ત્રણ યુવકના મોત, બે ઇજાગ્રસ્ત
આ પણ વાંચોઃ Negligence of Valsad Civil Hospital: કાંચની પેટીમાં રાખવાનું કહી 4 દિવસના બાળકને ઉઠાવી જનારી મહિલાની અટકાયત