ETV Bharat / state

મહુવાનું ડુંગરી ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત, ગામ લોકોએ રસ્તાના ખાડા પુર્યા - રસ્તાની સમસ્યા

સુરત: જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામે આઝાદી મળ્યા થી આજ દિવસ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે ગ્રામજનોએ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની સમસ્યા થી કંટાળેલા ગ્રામજનોએ ગુરુવારે 5 કિલોમીટર દૂર થી જાતે જ કપચી લાવી અને ખાડાનું પુરાણ કર્યું હતું.

mahuva
author img

By

Published : Aug 30, 2019, 2:56 AM IST

ગુજરાતની સરકાર વિકાસના નામે મોટા મોટા બણગાં ફૂંકે છે. મહુવા તાલુકાના છેવાડે આવેલું ગામ ડુંગરી જે ગામની વસ્તી 4 હજારથી પણ વધુ છે અને આ ગામની વાત કરીએ તો આંબાવાડી ફળિયામાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે ગામના રહીશોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બનાવવા માટે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને ઘણી રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ આજે પણ રસ્તાની હાલત પહેલા જેવી જ રહેતા સમસ્યાથી કંટાળેલી ગામની મહિલાઓએ ગુરુવારે એકત્ર થઈ 5 કી.મી દૂરથી ટ્રેક્ટરમાં કપચી ભરી લાવી અને રસ્તા પર પડેલા ખાડાઓનું પુરાણ જાતે જ કર્યું હતું.

મહુવાના ડુંગરી ગામે રસ્તો ન બનતા, ગામ લોકોએ જાતે જ ખાડા પુર્યા
દેશને આઝાદી મળી અને 73 વર્ષો વીતી ગયા છે, ત્યારે વિકાસના નામે આખા ભારત ભરમાં વિખ્યાત એવા ગુજરાતના વિકાસનો છેડ ઉદાડતું ગામ એટલે મહુવા તાલુકાનું ડુંગરી ગામ, આ ગામમાં અત્યાર સુધી વિકાસના કોઈ કામો થયા નથી. સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. સ્થાનિક મહિલાઓ દ્વારા કામચલાઉ તો રસ્તા પર પડેલા ખાડાને પુરી અને નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ ગામના ઉપસરપંચ દ્વારા પણ સ્થાનિક ધારાસભ્યને રજુઆત કરી હોવાનો દિલાસો ગ્રામજનોને અપાઈ રહ્યો છે.આ મામલે મહુવા તાલુકાના ટી.ડી.ઓ પૂછવામાં આવતા તેમણે કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બીજી તરફ સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, પરંતુ મહુવા તાલુકાના ડુંગરી ગામના રહીશો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. તંત્ર તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ લાવે અને ગામના લોકોને રસ્તો બનાવી આપે તેવી લોકમાંગ ઉઠી છે. .

Intro:સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામે આઝાદી થી આજ દિવસ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી જેના કારણે ગ્રામજનોએ ઘણી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની સમસ્યા થી કંટાળેલા ગ્રામજનોએ આજરોજ 5 કિલોમીટર દૂર થી જાતે જ કપચી લાવી અને ખાડાનું પુરાણ કર્યું હતું.....

Body:ગુજરાતની સરકાર વિકાસ ના નામે મોટા મોટા બણગાં ફૂંકે છે ત્યારે મહુવા તાલુકાના છેવાડે આવેલું ગામ ડુંગરી જે ગામની વસ્તી 4 હજારથી પણ વધુ છે અને આ ગામની વાત કરીએ તો આંબાવાડી ફળિયામાં આજદિવસ સુધી તંત્ર દ્વારા રસ્તો બનાવવામા આવ્યો નથી . જેના કારણે ગામના રહીશોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બનાવવા માટે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને ઘણી રજૂઆતો પણ કરવામાં આવી પરંતુ આજે પણ રસ્તાની હાલત જેસે થે રહેતા સમસ્યાથી કંટાળેલી ગામની મહિલાઓ એ આજે એકત્ર થઈ 5 કી.મી દૂરથી ટ્રેક્ટરમાં કપચી ભરી લાવી અને રસ્તા પર પડેલા ખાડાઓનું પુરાણ જાતે જ કર્યું હતું......
દેશને આઝાદી મળી અને 73 વર્ષો વીતી ગયા છે ત્યારે વિકાસના નામે આખા ભારત ભરમાં વિખ્યાત એવા ગુજરાતના વિકાસનો છેડ ઉદાડતું ગામ એટલે મહુવા તાલુકાનું ડુંગરી ગામ , આ ગામમાં આજદિન સુધી વિકાસના કોઈ કામો થવા પામ્યા નથી અને સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. સ્થાનિક મહિલાઓ દ્વારા કામચલાઉ તો રસ્તા પર પડેલા ખાડાને પુરી અને નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ગામના ઉપસરપંચ દ્વારા પણ સ્થાનિક ધારાસભ્યને રજુઆત કરી હોવાનો દિલાસો ગ્રામજનોને અપાઈ રહ્યો છે ......
Conclusion:
ડુંગરી ગામે રસ્તાની આ સમસ્યા તો ઘણા સમયથી છે જ ત્યારે આજરોજ મહિલાઓ દ્વારા રસ્તા પરના ખાડાઓનું પુરાણ જાતે કરવામાં આવ્યું હતું.આ મામલે મહુવા તાલુકાના ટી.ડી.ઓ પૂછવા જતા તેઓએ કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તો બીજી તરફ સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો તો કરવામાં આવે છે પરંતુ મહુવા તાલુકાના ડુંગરી ગામના રહીશો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ત્યારે તંત્ર તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ લાવે અને ગામના લોકો ને રસ્તો બનાવી આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ......

બાઈટ 1 .... ટીનાબેન .... સ્થાનિક મહિલા

બાઈટ 2 .... શૈલેષભાઇ .... સ્થાનિક

બાઈટ 3 .... રાજુભાઇ ..... ઉપસરપંચ , ડુંગરી

...... એપૃઅલ ટુ ડેસ્ક .......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.