ETV Bharat / state

કેમિકલ વેપારીના કર્મચારીને છરીના ઘા ઝીંકી 25 લાખની લૂંટ - Surat

બાઈક પર એકલા આવેલા યુવકે ધોળા દિવસે રામપુરામાં કેમિકલ વેપારીના કર્મચારીને છરીના ઘા ઝીંકી 25 લાખની લૂંટ કરી છે. બન્ને કર્મચારી બાઈક પર રૂપિયા આંગડિયા પેઢી અને અન્ય પાર્ટીને પેમેન્ટ ચૂકવવા જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ લૂંટારૂઓ CCTVમાં કેદ થયા છે.

કેમિકલ વેપારી
કેમિકલ વેપારી
author img

By

Published : Feb 1, 2021, 5:31 PM IST

  • સુરતમાં છરીના ઘા ઝીંકી 25 લાખની લૂંટ
  • લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ
  • આ ઘટના રાહદારીઓ મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા

સુરત : શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી ઓઇલ કંપનીના કર્મચારીઓને બાઇક પર આવેલા એક યુવકે છરીના ઘા ઝીંકી 25 લાખની લૂંટ કરી ફરાર થયો હોવાની ઘટનાને પગલે ચકચાર મચી હતી. આ ઘટનાને પગલે લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સુરત શહેરના રાજાવાળી રામપુરા ખાતે સુપ્રીમ ઓઇલની કંપનીના કર્મચારીઓ સાથે સોમવારે સાંજે લૂંટની ઘટના બની હતી. બપોરે આશરે 5 કલાકના સુમારે કંપનીના કર્મચારી હમીદ અને અમીન બાઈક પર 25 લાખ રૂપિયાનું પેમેન્ટ લઈને નીકળ્યા હતા.

કેમિકલ વેપારીના કર્મચારીને ચપ્પુના ઘા ઝીંકી 25 લાખની લૂંટ

રામપુરા પોલીસ લાઈનની નજીક બન્ને બાઇક પર પસાર થતા હતા

25 લાખમાંથી કેટલાક રૂપિયા પેમેન્ટ તરીકે ચૂકવી બાકીના આંગડિયા પેઢીમાં જમા કરાવવાનું હતું. જે દરમિયાન રામપુરા પોલીસ લાઈનની નજીક બન્ને બાઇક પર પસાર થતા હતા. ત્યારે બાઇક પર આવેલા એક અજાણ્યા યુવકે પહેલા બન્ને યુવકોની બાઈક નજીક જઈને પછી બાઈક ચલાવી રહેલા હમીદને પેટમાં ચપ્પુ ભોંકી દીધું હતું. જેથી બાઇક પરથી નીચે પડી જતા પાછળ બેસેલો હમીદ હેબતાઈ ગયો હતો અને અજાણ્યો યુવક હમીદ પાસે રહેલી ગાડી બેગ લઈને બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે હમીદે તાત્કાલિક તેમના મેનેજર અસલમભાઈને જાણ કરી અને પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર ઘટના CCTVમાં કેદ

રામપુરા પોલીસ લાઈનની નજીક બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં બાઈક પર માસ્ક પહેરીને આવેલો અજાણ્યો યુવક છરીના મારી બેગ ખેંચી લઈ જતો નજરે પડે છે. પોલીસે CCTV ફૂટેજ મેળવી અજાણ્યો યુવક કઈ દિશામાં ગયો તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ચપ્પુ મારી લૂંટની ઘટના લોકો જોતા રહ્યા

સાંજે 5 કલાકેના અરસામાં બનેલી આ ઘટના રાહદારીઓ મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા. જે દરમિયાન અજાણ્યો યુવક બાઈક ચાલકને ચપ્પુ મારી પાછળ બેસેલા કર્મચારી પાસેથી બેગ ખેંચી ચાલતો જઈ તેની બાઈક પર બેસી જાય છે. ત્યાં સુધી રાહદારીઓ આ દ્રશ્ય આંખે જોઈ રહ્યા હતા, પરંતુ કોઈપણ વ્યક્તિએ આ ઘટનાને રોકવા હિંમત દાખવી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.