- સુરત શહેરમાં મતદાન માટે 967 બિલ્ડિંગમાં 3185 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ
- કામગીરી દરમિયાન અનેક કર્મચારીઓ PPE કિટ પહેરીને જોવા મળ્યાં
- SVNIT કોલેજ અને સરકારી ગાંધીજીની કોલેજ પર મત ગણતરી યોજાશે
સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે છે, ત્યારે સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સુરત શહેરમાં મતદાન માટે 967 બિલ્ડિંગમાં 3185 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરના 30 વૉર્ડના 32,88,352 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. જે માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. આ સાથે કામગીરી દરમિયાન અનેક કર્મચારીઓ PPE કિટ પહેરીને જોવા મળ્યાં હતાં. જ્યારે તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યાં હતાં. સુરત શહેરના SVNIT કોલેજ અને સરકારી ગાંધીજીની કોલેજ આ બન્ને સ્થળો પર મત ગણતરી યોજાશે.
SVNIT કોલેજ તથા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે મત ગણતરી
મતદાન માટે રિટર્નિંગ ઓફિસર ડિસ્પેચિંગ સેન્ટર્સ પર ETV અને મેન પાવરને ફરજ ચોપડીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી તારીખ 23 ફેબ્રુઆરીના રોજ SVNIT કોલેજ તથા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજુરા ગેટ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.