- ભટાર આઝાદ નગરમાં ગંદા પાણીની સમસ્યા
- પીવાના પાણીમાં વાસ આવે છે
- નાના બાળકો અને રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે
સુરત : ભટાર આઝાદ નગરના રહીશો ગટરના ગંદા પાણીમાં રહેવા મજબુર બન્યા છે. અહી રહેતા નાના બાળકો આ ગટરના ગંદા પાણીમાં રમી રહ્યા છે અને દુર્ગંધ મારતા પાણીને લઈને સ્થાનિકો બીમારીનો ભોગ પણ બની રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહી ગટર ઉભરાવવાની સમસ્યા હંમેશા રહે છે અને આ સમસ્યાને લઈને અનેક ફરિયાદો કરી છે, પરંતુ સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી. અહી ખુબ જ ગંદકી થાય છે. પીવાના પાણીમાં વાસ આવે છે અને ગટરનુ ગંદુ પાણી મહોલ્લામાં ફરી વળે છે. જેને લઈને નાના બાળકો અને રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો : નગરપાલિકાની વાહન શાખાના શૌચાલયની ગટર ઉભરાતા કર્મચારીઓ ત્રસ્ત
ગંદકીમાં રહીશો રહેવા મજબુર બન્યા
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ દુર્ગંધ મારતા પાણી વચ્ચે બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે. આ ગટરના ગંદા પાણી વચ્ચેથી અમારે રોજ પસાર થવું પડે છે. અમે આ મામલે અનેક ફરિયાદો કરી છે, પરંતુ તેઓની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી.
આ પણ વાંચો : રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત
તંત્ર આ સમસ્યા તાકીદે દુર કરે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે
ઉલ્લેખીય છે કે, એક તરફ કોરોનાની મહામારીને લઈને લોકોને તકેદારીઓ રાખવા તંત્ર અપીલ કરી રહ્યું છે. બીજી તરફ ભટાર વિસ્તારના આઝાદ નગરમાં ગંદકીમાં રહીશો રહેવા મજબુર બન્યા છે, ત્યારે તંત્ર આ મામલે યોગ્ય પગલા લઇ અહી ગટર ઉભરાવવાની સમસ્યા તાકીદે દુર કરે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.