સુરત: શહેરમાં સચિન વિસ્તારમાં 19 વર્ષીય યુવકે સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવાના ક્રેઝના કારણે તેનો જીવ ગુમાવ્યો છે. મૃતક યુવકનું નામ પ્રકાશ મંગલ સુનાર છે. જેઓ રેલવે ટ્રેક ઉપર રિલીઝ બનાવવા ઊભો થયો અને ટ્રેને અડફેટે તેમનું મોત થઇ ગયું હતું. આ મામલે સચિન પોલીસે અકસ્માતનું ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિલ્સ બનાવવામાં અગ્રેસર: સોશિયલ મીડિયા ઉપર આજના ટેકનોલોજી વાળા યુગમાં ખાસ કરીને નવયુવા વર્ગ જેઓ રિલ્સ બનાવવામાં ખૂબ જ અગ્રેસર છે. લોકો અલગ અલગ સ્થળોએ રિલ્સ બનાવે છે. જેમાં ટ્રેક ઉપર પણ લોકો રિલ્સ બનાવી મીડિયા ઉપર મુકતા હોય છે. પરંતુ રિલ્સ બનાવતી વખતે ઘણી બધી એવી ઘટનાઓ એવી બને છે કે, લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવી જ એક ઘટના શહેરના સચિન વિસ્તારમાં આવેલ સચિન રેલ્વે સ્ટેશન ઉપર 19 વર્ષીય પ્રકાશ મંગલ સુનાર સાથે બની છે. જેઓ બે દિવસ પહેલા જ પોતાના મોટાભાઈ જોડે સુરત રોજગારી માટે આવ્યો હતો. તેમના મૂળ વતન નેપાળમાં ટ્રેન ન હોવાથી ગઈકાલે રાતે રેલવે સ્ટેશન ઉપર ગયો હતો.
આગળની તપાસ: ટ્રેક ઉપર રિલ્સ બનાવા માટે ગયો અને અચાનક જ પાછળથી આવતી ટ્રેન એ તેને અડફેટે લેતા તેઓ 100 મીટર દૂર ફેકાઈ જતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સચિન પોલીસ અને રેલવે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે જ મૃતક પ્રકાશ મંગલ સુનારના મોટાભાઈએ પોતાના ભાઈને આવા હાલમાં જોઈએ પોતે હોશ ખોઈ બેઠો હતો. પોલીસે પ્રકાશના પરિવારને જાણ કરતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયું હતું. હાલ આ મામલે સચિન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Surat News : ભાઈની પરિસ્થિતિ જોઈને મહિલાએ અનાથ દિવ્યાંગ બાળકો માટે ખોલી હોસ્ટેલ
ઇચ્છા બની ગઇ આખરી: આ બાબતે મૃતક પ્રકાશ મંગલ સુનારના મોટાભાઈ અનિલ સુનારે જણાવ્યુંકે, અમે બંને ભાઈ ગઈકાલે જ સુરત આવ્યા હતા. મારાં ભાઈએ મને કહ્યું હતું કે, આજ દિન સુધી ટ્રેન જોઈ નથી. જેથી મારે ટ્રેન જોવી છે. અમે ઘરે જમવાનું બનાવીને ગયા હતા. આવીને જમીશું અને અમે પાંચ લોકો સચિન રેલવે સ્ટેશનથી થોડી દૂર રેલ્વે ટ્રેક ઉપર ગયા હતા. પ્રકાશે મને કહ્યું કે, મારે વિડીયો બનાવાનો છે. એટલે અમે વિડિઓ બનાવા માટે હું મોબાઇલમાં સેટિંગ કરી રહ્યો હતો. પાછળ જોયું તો ભાઈ દેખાયો નહીં હતો. જેથી અમે શોધવા લાગ્યા પણ તે અમને ટ્રેકના થોડે દૂર તે જોવા મળ્યો પણ એનામાં કોઈ જીવ ન હતો.