સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ત્રિમાસિક એક્સપોર્ટ ડેટા જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કટ એન્ડ પોલિશડ ડાયમંડના એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.જીજેઈપીસીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે 2021ના ડિસેમ્બરમાં 13,341 કરોડ જ્યારે 2022ના ડિસેમ્બરમાં 10,472 કરોડનું એક્સપોર્ટ થયું છે. વર્ષ 2021માં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 133,737 કરોડના જ્યારે વર્ષ 2022ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 132,075 કરોડના તૈયાર હીરા એક્સપોર્ટ થયા હતાં. છેલ્લાં 8 મહિનાથી હીરાઉદ્યોગની સ્થિતિ કથળી રહી છે. રફના ભાવ વધી રહ્યા છે બીજી તરફ તૈયાર હીરાના પુરતા ભાવ ન મળતા ઉદ્યોગકરો મુશ્કેલમાં મુકાયા છે.
એક્સપોર્ટમાં ઘટાડો: 2021ના ડિસેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં જેમ એન્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં 11.25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં 19,432 કરોડના જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં 21,896 કરોડની જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હોવાનું જીજેઈપીસીનું જણાવ્યું છે.
આ પણ વાંચો ઓહો! 300 બોટને ધોલાઈ બંદરે લાંગરવા મજબૂર, માછલીના અને ડીઝલના પ્રશ્ને માછીમારોમાં નિરાશા
રફ ડાયમંડના ભાવમાં વધારો થયો હતો: જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોન ચેરમેન વિજય માંગુકિયા એ જણાવ્યું હતું, ડાયમંડ ઉદ્યોગની વાત કરવામાં આવે તો ડિમાન્ડ નહીં રહેતા પ્રોડક્શન ઘટાડવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે એક્સપોર્ટમાં ઘટાડો થયો છે તેના કારણે ડિમાન્ડ ઘટી છે. અગાઉ રફ ડાયમંડ ના ભાવમાં વધારો થયો હતો લોકો રફ ખરીદી શકતા નહોતા અને પ્રોડક્શન પણ કંટ્રોલ કર્યા હતા. ડાયમંડ પ્રોડક્શન ની અંદર હાલ મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. હાલ જે મોટી ફેક્ટરીઓ છે તેમને મોટી તકલીફ થશે જે નાની ફેક્ટરી છે. તેમને અસર ઓછી થશે.
આ પણ વાંચો ઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ
શનિવાર અને રવિવાર રજા: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડ ટેકનોલોજી સુરતના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં, ચાઇનામાં કોરોનાની પરિસ્થિતિ અને યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર સુરત હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. જ્યારે પરિસ્થિતિ સારી હોય છે ત્યારે લોકો એક્સપેન્સિવ વસ્તુઓ ખરીદતા હોય છે પરંતુ વિશ્વમાં હાલ એવી કોઈ પરિસ્થિતિ નથી કે લોકો એક્સપેન્સિવ વસ્તુઓ ખરીદી શકે સૌથી મોટો માર્કેટ અમેરિકામાં છે પરંતુ હાલ ત્યાં મંદીનો માહોલ છે.અમેરિકામાં મંદીને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે. શહેરના હીરા વેપારીઓએ પ્રોડક્શન પર કાપ મુકવાનું શરૂ કરી દીધું છે. શહેરના અનેક હીરા વેપારીઓ શનિવાર અને રવિવાર રજા રાખવાનું શરૂ કરી દીધું છે તો અમુક હીરા યુનિટો આઠ કલાકની જગ્યાએ માત્ર 6 કલાક ચાલી રહ્યા છે.