સુરતના આવા જ એક શોખીન વિવેક પટેલ પાસે 3 ઘોડા છે, જેમાં એક ઘોડી પણ છે. જો કે, નવાઈની વાત તો એ છે કે તેમની પાસે જે ઘોડી છે તે 65 ઇંચ કરતા વધારે ઉંચાઈ ધરાવે છે અને ઘોડીઓમાં આટલી ઊંચાઈ ભાગ્યે જ જોવા મળતી હોય છે.આ ઘોડી તેમણે માત્ર શોખ માટે જ રાખી છે. તેમના માટે આ ઘોડી ખૂબ જ લકી છે અને એટલે જ તેમણે તેનું નામ "દેવસેના" રાખ્યું છે.
સુરતમાં ઘણા એવા નાગરિકો છે જેમને ઘોડા પાળવાનો શોખ છે. જેમકે સુરતનાઓલપાડમાં જ સુલતાન નામનો સૌથી મોંઘો ઘોડો છે અને તેનો માલિક તેને વેચવા નથી માંગતો. ઘોડાની સાથે સાથે મારવાડી ઘોડીની પણ એટલી જ ડિમાન્ડ હોય છે. ઘોડાઓની હાઈટ 64 ઇંચથી વધુ હોય છે, પંરતુ ઘોડીઓની આટલી હાઈટ બહુ ઓછી જોવા મળે છે.
વાત કરીએ ઘોડાઓની તો, તેમાં મારવાડી જાતિના ઘોડા પાળવાનું લોકોને વધુ ગમે છે, કારણ કે તે ઘોડાઓની જાતિઊંચી અને સારી જાતિ ગણવામાં આવે છે. ઘોડાઓના પણ અલગ અલગ માપદંડ હોય છે. પરંતુ આ બધામાં મારવાડી ઘોડીઓની ડિમાન્ડ સૌથી વધુ હોય છે. મારવાડી ઘોડીઓ જો કે મોંઘી પણ એટલી જ હોય છે. તેમની હાઈટ, દેખાવ બીજી ઘોડી કરતા અલગ હોય છે.
સુરતના આભવા ગામમાં રહેતા વિવેક મહેશ પટેલ જેમને ઘોડા પાળવાનો ખૂબ જ શોખ છે. તેમનું કહેવું છે કે "મારી પાસે ઘોડા અને ઘોડી બન્ને છે. પરંતુ મારી પાસે જે મારવાડી ઘોડી દેવસેના છે તે અન્ય ઘોડીઓની સરખામણીમાં વધુ હાઈટ ધરાવે છે જે ભાગ્યે જ જોવા મળે છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેની હાઈટ 65 ઈંચથી વધુ છે અને તે મને ખૂબ જ પ્રિય પણ છે. પંજાબના એક પ્રખ્યાત ઘોડાના વ્યાપારીએ મારી પાસે એ ઘોડી 1 કરોડમાં માંગી હતી પણ દેવસેના મારા માટે લકીહોવાથીમેં આપી ન હતી. સુરતમાં અન્ય કોઈ પાસે આટલી હાઈટ ધરાવતી ઘોડી નથી.