સુરત : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. વરસાદી પાણીથી ખેતી કરતાં ખેડૂતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 2.5 લાખ હેક્ટરમાં ખેતી કરનાર ખેડૂતોને લાભ થશે.વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
કોને મળશે લાભ : વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ અપાશે.ખેડૂતો દ્વારા ઊર્જાપ્રધાન કનુ દેસાઇને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે.
વરસાદી સ્ત્રોતો પર નિર્ભર ખેતીને લાભ : આ નિર્ણયના કારણે હવેથી ખેડૂતો તળાવો, કેનાલ, ખાડી, નદી, ચેકડેમ, ડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત જેટલા ભરાતા તળાવો ખેત તલાવડી આવે છે અને સાથોસાથ વરસાદી સ્ત્રોતોના માધ્યમથી ખેડૂતોને વધુ એક વીજ જોડાણ સરકાર દ્વારા મળશે.
દક્ષિણ ગુજરાતમાં અઢી લાખ હેક્ટર જમીનમાં ફાયદો : સુરત જિલ્લા સહકારી અને ખેડૂત અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન, સરકારે દક્ષિણ ગુજરાતની વર્ષો જૂની માગણી સ્વીકારી છે.
ખેડૂતને ઊર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય લીધો છે એ આવકાર્ય છે. વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને મળશે લાભ મળશે. દક્ષિણ ગુજરાતમાં અઢી લાખ હેક્ટર જમીનમાં ફાયદો થશે. રાજ્યમાં સૌથી વધુ વરસાદી પાણીનો ઉપયોગ દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરે છે. આ નિર્ણયને રાજ્યના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો છે....જયેશ દેલાડ ( આગેવાન, ખેડૂત સમાજ, સુરત )
પાક ઉત્પાદન વધશે : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ અપાશે. વરસાદી પાણી સરફેસ વૉટરનો ઉપયોગ કરનારને ઊર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે. આ નિર્ણયને લીધે ખેડૂતો , તળાવો, કેનાલ, ખાડી, નદી, ચેકડેમ, ડેમ લાભ થશે.સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઈ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.