ETV Bharat / state

સુરતના કીમ અને સાયણ રેલવે સ્ટેશન પર કેમ ખોરવાયો રેલવે વ્યવહાર ? 3 કલાક મુસાફરોએ ભોગવી હાલાકી - સુરત રેલવે સ્ટેશન

સુરતના કીમ અને સાયણ રેલવે સ્ટેશન પર ટ્રેનથી ઓ.એચ.ઇ વાયર તુટતા સુરત અને વડોદરા વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે અનેક આ રૂટ પરથી પસાર થતી ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર થોભાવવાની નોબત આવી હતી, બીજી તરફ આ અંગેની જાણ થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને એન્જીનીયર ટીમ સહિત રેલવે પોલીસનો સ્ટાફ કીમ અને સાયણ ખાતે દોડી આવ્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 11:44 AM IST

Updated : Dec 19, 2023, 11:53 AM IST

સુરતના કીમ અને સાયણ રેલવે સ્ટેશન વચ્ચે ખોરવાયો રેલવે વ્યવહાર

સુરત: કીમ અને સાયણ રેલવે સ્ટેશન વચ્ચે ઓ.એચ.ઇ વાયર તુટતા સુરત અને વડોદરા વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે આ રૂટ પરથી પસાર થતી ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર થોભાવવાની નોબત આવી હતી, બીજી તરફ આ અંગેની જાણ થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને એન્જીનીયર ટીમ સહિત રેલવે પોલીસનો સ્ટાફ કીમ અને સાયણ ખાતે દોડી આવ્યો હતો.

રેલ વ્યવહાર ખોરવાયો: રેલવે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સોમવારના ગઈકાલે (18 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યાની આસપાસ કીમથી ડાઉન લાઇન પર પસાર થતી વેરાવળ-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને સાયણ ખાતે ડાઉનલાઈન પસાર થતી ડબલ ડેકર ટ્રેનના પેંટોગ્રાફ સાથે કોઈ કારણોસર રેલવેનો ઓ.એચ.ઈ વાયર તુટતા બન્ને ટ્રેનો થંભી ગઈ હતી જેના કારણે સુરતથી વડોદરા અને અમદાવાદ જતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. આ અંગેની જાણ થતાં રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું અને રેલવેના અધિકારીઓ અને એન્જીનીયરોની ટીમ કીમ અને સાયણ એમ બન્ને સ્ટેશનો પર આવી પહોંચી હતી. બન્ને સ્ટેશનો પર થોભેલી ટ્રેનોના પેસેન્જરોને કલાકોથી હાલાકી ભોગવવાની નોબત આવી હતી. એન્જિનીયરની ટીમ દ્વારા કલાકો સુધી વાયર દુરસ્તીની કામગીરી માટે જહેમત ઉઠાવી હતી અને બન્ને સ્ટેશનો પર મોડે સુધી કામગીરી ચાલી રહી હતી.

મુસાફરો થયાં હેરાન: ડાઉન લાઇન ઉપર મોડી સાંજે જતી ટ્રેનોને અસર પહોંચી હતી. કીમ અને સાયણ સ્ટેશન પર સાંજે આવતી મેમુ ટ્રેન અને ભિલાડ-વડોદરા ટ્રેનના પેસેન્જરો હેરાન થયા હતા. મેમુ ટ્રેન સાયણ-કીમ વચ્ચે જ્યારે ભિલાડ ટ્રેન સુરત થોભી હતી. ત્યારે નોકરી ધંધે જતા રોજિંદા અપડાઉન કરતા નોકરિયાતો સાથે અન્ય મુસાફરો પણ હેરાન થઈ ઉઠ્યા હતા.

ડીઝલ એન્જિન જોડી ટ્રેનો આગળ ધપાવી: રેલવે એન્જીનીયર ટીમ સહિત આર.પી.એફની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વાયર તુટતા અધિકારીઓ દ્વારા બન્ને ટ્રેનો લઈ જવા માટે ડીઝલ એન્જીન જોડી બન્ને ટ્રેનોને આગળ લઈ જવાની કામગીરી રેલવે તંત્ર દ્વારા કરાઈ હતી. બન્ને એક્સપ્રેસ ટ્રેનોના મુસાફરોએ અંદાજે 3 કલાકનો સમય હાલાકી ભોગવવી પડી હતી.

  1. કોસંબા રેલવે સ્ટેશન નજીક શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક અટકાવાઈ
  2. A unique restaurant : સુરતમાં વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ બનાવાઇ, આ પ્રકારની સુવિધાઓથી છે સુસજ્જ

Last Updated : Dec 19, 2023, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.