સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી બાલમ દુગ્ધાલયમાં છેલ્લા કેટલાય સમયથી પનીરમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદો આરોગ્ય વિભાગને મળી હતી .જેના આધારે આજે વહેલી સવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાલમ ડેરી પર દરોડા પાડવામાં આવ્યાં હતાં.
દરોડા દરમિયાન અધિકારીઓ દ્વારા પનીરના વિવિધ નમૂનાઓ લઈ તેને સીલ કરવામાં આવ્યાં હતાં. તેમજ આ તમામ નમૂનાઓને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી બાદ આરોગ્ય વિભાગે જણાવ્યું હુતં કે, જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો, આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે. અગાઉ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજ ડેરીમાં ઘીમાં ભેળસેળના પગલે રેડ પાડવામાં આવી હતી.