સુરત: મોદી અટકને લઈ વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં 23મી માર્ચના રોજ સવારે 11:00 વાગે હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે વિવાદિત નિવેદનના કારણે ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદી દ્વારા સુરત કોર્ટમાં તેમની સામે માનહાની કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસમાં ચુકાદો આપી દીધો છે, જેમાં રાહુલ ગાંધીને દોષીત જાહેર કરતા હાલ તેમના વકીલ દ્વારા જામીન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સુરતમાં ધામા નાખ્યા: રાહુલ ગાંધીના સુરત આગમન પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સુરતમાં ધામા નાખ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાષ્ટ્રીય કોંગ્રેસનેતા રઘુ શર્મા અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યારે રાહુલ ગાંધી એરપોર્ટ પર આવ્યા ત્યાંથી લઈ કોર્ટ સુધી અનેક પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં કાર્યકર્તાઓ ઉભા રહી અને પુષ્પો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતુ. રાહુલ ગાંધીના સ્વાગત માટે માત્ર સુરત કે દક્ષિણ ગુજરાત નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા.
કેસ માટે ત્રણ વખત રાહુલ ગાંધી સુરત આવ્યાઃ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે કર્ણાટકમાં મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણીના મામલામાં ગયા શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ હતી. આ પછી સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. કોર્ટના ચુકાદાની સુનાવણી સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર રહ્યા હતા. તેઓ એરપોર્ટથી કોર્ટ પહોંચી સવારે 11 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ હતી.
13 એપ્રિલે કર્ણાટકના કોલારમાં એક સભામાં નિવેદનઃ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક સભામાં કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી છે? જેમાં ભારતના ભાગેડુ નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા હતા. 13 એપ્રિલે કર્ણાટકના કોલારમાં એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધા ચોરની સરનેમ સરખી છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
Amritpal Singh Case: અમૃતપાલની તરફેણમાં આવ્યું ન્યુઝીલેન્ડ, દરેક જગ્યાએ લગાવવામાં આવ્યા પોસ્ટર
પોતાને નિર્દોષ જાહેર કર્યા હતાઃ સુરતની લોવર કોર્ટમાં આ મામલે અનેક વખત સુનાવણી થઈ છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર થયા હતા. તેઓ છેલ્લે ઓક્ટોબર 2021માં પોતાનું નિવેદન નોંધવા હાજર થયા હતા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. રાહુલ ગાંધીએ કોર્ટમાં તેમના નિવેદનને રાજકીય કટાક્ષ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ માત્ર રાજકીય કટાક્ષ માટે કહેવામાં આવ્યું હતું.