સુરત: સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં લિંબાયત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન તેમની સાથે અમદાવાદ થી આવેલ રેપિડ એક્શન ફોર્સ ને પણ સાથે રાખવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન જ ધરમપાલ નામના જવાનને એકાએક છાતીમાં દુખાવો થતાં તેઓ જમીન ઉપર બેસી ગયા હતા. જોતજોતામાં તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. આ જોઈ તેમના સાથી મિત્રો દ્વારા તેમને સારવાર માટે તાત્કાલિક પીસીઆર વાનમાં જ સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતો.
"ગઈકાલે સાંજે અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નીલગીરી સર્કલથી ભાટેના સુધી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ થી આવેલ રેપિડ એક્શન ફોર્સ ને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન તે ટીમ માંથી 58 વર્ષીય ધરમપાલ સુરજપાલ જેઓ પોતે રેપિડ એક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને અચાનક છાતીમાં દુખાવો તથા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા."--"મધુબેન ( પોલીસ કોન્સ્ટેબલ)
તપાસી મૃત જાહેર કર્યા: નીલગીરી સર્કલથી ભાટેના સુધી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ થી આવેલ રેપિડ એક્શન ફોર્સને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન તે ટીમ માંથી 58 વર્ષીય ધરમપાલ સુરજપાલ જેઓ પોતે રેપિડ એક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને અચાનક છાતીમાં દુખાવો તથા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. થોડી જ વારમાં તેઓ બેભાન થઇ જતા તેમને સારવાર માટે પીસીઆર વાન સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
ઉત્તરપ્રદેશ લઇ જવામાં આવ્યો: ધરમપાલના નિધન અંગે આરએએફ દ્વારા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને સવારે સુરત એરપોર્ટ ખાતે સુરત સીટી પોલીસ, આરએએફ જવાનો અને બીએસએફ જવાનોની હાજરીમાં સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. જવાન શહીદ થાય તેણે જે રીતે સન્માન આપવામાં આવે તે રીતે જ વિદાય આપવામાં આવી હતી. હાજર સૌ કોઈએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને સન્માન સાથે સુરત એરપોર્ટ થી હવાઈ માર્ગે તેમના વતન ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવ્યો છે.