પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોડદોડ રોડ પર આવેલા ગુરૂકૃપા સોસાયટીમાં નવનિર્મિત બંગલાનુ ખોકદામ ચાલુ હતું તે દરમિયાન ત્યાં 5 મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી જતા ચાર શ્રમિકો દબાયા હતાં. દુર્ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને ચાર શ્રમિકોને બહાર કાઢ્યાં હતાં.
માહિતી મળી રહી છે તે પ્રમાણે આ દુર્ઘટનામાં બે શ્રમિકની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. લાલુ અને સંજય નામના બન્ને શ્રમિકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.