ઉધના ઝોનમાં આશરે ત્રણસો જેટલા વિવર્સ દ્વારા ઉગ્ર રજુઆતની સાથે મોરચો માંડવામાં આવ્યો હતો. તેઓની રજુઆત હતી કે, તક્ષશિલાની ઘટના બાદ પાલિકા દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ખાતાના ઉપરથી પતરા શેડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સુરત ફોગવાના પૂર્વ પ્રમુખ મનુભાઈ ફોગવાએ જણાવ્યું છે કે, પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ નોટિસ આપ્યા વિના કે જાણ કર્યા વિના જ પતરાના શેડ દૂર કરવામાં આવી રહ્યા છે. આ અંગે પાલિકાએ સમાધાનકારી વલણ અપનાવી વિવર્સને નોટિસ આપી સાત દિવસ અથવા તો પંદર દિવસ સુધીનો સમય ફાળવવો જોઈએ.
ત્યારે આ અંગે હજારોની સંખ્યામાં વિવર્સ એકઠા થઇ સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ આગામી દિવસોમાં કરશે. જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉપવાસ સહિત કચેરી બહાર રામધૂન કરી પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.