જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. અને હજારોની સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા હતાં.આવી સ્થિતિમાં પ્રમોશન કાઉન્સિલ સહિત અન્ય હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઘટકો દ્વારા સરકાર પાસે અનેક માંગણીઓ કરવામાં આવી હતી. તેમાંથી ડાયમંડ જોબવર્ક સર્વિસમાં GSTમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જોબવર્કમાં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયના કારણે રત્ન કલાકારોને ફાયદો થશે. જેથી સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને લઈ આજે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેથી અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા નીતિન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ આર્થિક રીતે તકલીફમાં હતો જોકે હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરી છે અને આવનાર દિવસોમાં પણ આવી સ્થિતિ જોવા મળશે.