સુરતઃ ભારત બંધના એક દિવસ પહેલાં સુરતના ચૌટા વિસ્તારમાં તેના વિરૂદ્ધ જાહેર સભા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા કાઢવામાં આવી હતી .હાથમાં તિરંગા અને બેનર લઈ લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ સીએના દુષ્પ્રચારમાં ન આવી દુકાનો ચાલુ રાખે. 29 તારીખના રોજ અનેક સંસ્થાઓ દ્વારા CAAના વિરોધમાં વ્યાપાર રોજગાર બંધનું એલાન આપ્યું હતુ. જેનો મોટા મંદિર યુવક મંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરી એક જાહેર સભાનું આયોજન કર્યુ હતું.
હિંદુ અને લઘુમતી સમાજના લોકો જોડાયા હતા .કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો બંધ રાખશે પરંતુ, કેટલાક એવા લોકો પણ છે. જે બંધ પાળશે નહીં..