ETV Bharat / state

Surat Crime: સુરત શહેરમાં PSI વતી વચેટિયો 10 લાખની લાંચ લેતા ઝડપાયો, પોલીસ બેડામાં ખળભળાટ - PSI DK Chosla of Surat Uttran police station

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ ડી.કે.ચોસલા પોતાના અન્ય બે સાગરીત સાથે 10 લાખ રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબીના હાથે ઝડપાયા છે. જોકે આ મામલે પીએસઆઈ ડી.કે.ચોસલાના વચોટિયા લાંચની રકમ સ્વીકારી પીએસઆઇ જોડે હેતુલક્ષી વાત કરી હતી. સ્થળ ઉપર એસીબી પોલીસે વખત વચેટિયાની ધરપકડ કરી છે. ત્યારે પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિ ભાગી ગયા હતા. હાલ પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનનો પીએસઆઇ ડી.કે.ચોસલા પોતાના અન્ય બે સાગરિત સાથે 10 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 10:56 AM IST

સુરતના: ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.ચોસલા પોતાના અન્ય બે સાગરીત સાથે 10 લાખ રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબીના હાથે ઝડપાયા છે. આ ઘટનામાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી ઉપર જાણવા જોગ એન્ટ્રી નંબરનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ પીએસઆઈ ડી.કે.ચોસલા કરી રહ્યા હતા. આરોપી પીએસઆઈ દ્વારા ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી જાણવા જોગના કામે ફરીયાદીનું નિવેદન લઇ એપલ આઇફોન-13 જમા લઇ લીધું હતું.

"ફરિયાદી પાસેથી પીએસઆઈ ચોસલા સાથે મોબાઈલ ફોન પર થયેલી વાતચીતના રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે અમારી અન્ય એક ટીમ આરોપી પીએસઆઈ અને તેમની સાથે રહેલ વ્યક્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે."-- પી.એચ.ભેસાણીયા (એસીપી)

10 લાખ રૂપિયા આપવા પડશે: ત્યારબાદ ફરી ગત 19 તારીખના રોજ બોલાવી ફરિયાદીને જણાવ્યું હતું કે, આ તપાસ તેમજ બીજા કોઇ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે. જેથી ફરિયાદ હાલ પૈસા નથી વ્યવસ્થા કરીને આપું તેમ જણાવી લાંચના નાણાં આપવા ન હોય જેથી તેઓએ વડોદરા એસીબીમાં ફરિયાદ કરી હતી. જે મામલે એસીબી પોલીસે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમિયાન પીએસઆઈનો વચોટિયા લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયો હતો. પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ રીતે એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યોં હોય જેથી એસીબી પોલીસે હાલ વચેટિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિ ભાગી ગયા હતા હાલ પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

10 લાખ રૂપિયાની લાંચ: સૂત્રો માહિતી અનુસાર ઉત્રાણ પોલીસ સ્ટેશનના આરોપી પીએસઆઈ ડી. કે. ચોસલા ટ્રાવેલ્સ કંપનીના માલિક પાસે તપાસ તેમજ અન્ય ગુન્હામાં કેસ દાખલ થવા માંથી બચવા માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે મામલે ફરિયાદીએ એસીબીમાં સંપર્ક કરી સમગ્ર ફરિયાદ નોંધાવી ગઈકાલે રાતે કામરેજ ટોલ ટેક્સ પાસે પૈસા લઈને આવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્યાં આરોપી પીએસઆઈ થોડે દૂર હતા. તેમનો વચેટિયા પીયુષ બાલાભાઇ રોય જેઓ ત્યાં ફરિયાદ પાસે 10 લાખ રૂપિયા લઇ ત્યાંથી જ પીએસઆઈને હેતુલક્ષી વાત કરી અને તેમના સાથે આવેલા અન્ય એક વ્યક્તિ જેઓનું નામ નિલેશ ભરવાડ તેઓ એસીબીને જોતા જ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે સ્થળ પરથી પકડાયેલ આરોપી વચોટિયા પીયુષ બાલાભાઇ રોય જેઓ વરાછા વિસ્તારમાં મોબાઈલની દુકાન ચલાવે છે. તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Surat Crime News: આસામથી અભ્યાસ માટે આવેલી સગાની 7 વર્ષીય બાળાનો હવસખોર કરતો રહ્યો બળાત્કાર
  2. Navsari News: અગમ્ય કારણોસર 19 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.